બિહારમાં રાજકીય કટોકટી: નીતીશકુમાર રાજીનામું આપે એવી શક્યતા

પટણા: બિહારમાં ત્રણ વર્ષમાં બીજીવાર ઊભી થયેલી રાજકીય મડાગાંઠ વચ્ચે મુખ્ય પ્રધાન અને જનતા દળ (યુ)ના વડા નીતીશકુમાર રવિવાર સવાર સુધીમાં રાજીનામું આપે એવી શક્યતા હોવાનું તેમની નિકટના સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું. નામ ન આપવાની શરતે સૂત્રોએ જણાવ્યું હતું કે મોટાભાગે તો નીતીશકુમાર શનિવાર રાત સુધીમાં જ કે પછી મોડામાં મોડું રવિવાર સવાર સુધીમાં રાજીનામું આપી દેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજીનામું આપતાં અગાઉ નીતીશકુમાર પક્ષના વિધાનસભ્યોની બેઠક બોલાવશે.
ભાજપના સહકારથી નવી સરકાર રચવામાં આવે એવી શક્યતાને પગલે દિવસ દરમિયાન ખૂબ જ કામકાજ રહે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સચિવાલય જેવા સરકારી કાર્યાલયો પણ રવિવારે ચાલુ રાખવા જણાવી દેવામાં આવ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
મહાગઠબંધનમાં જોડાવા રાજદ, કૉંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા કરવામાં આવેલી વિનંતીને અવગણીને નીતીશકુમારે કાયમની માફક રહસ્યમય મૌન જાળવી રાખ્યું છે.
સૌથી લાંબો સમય સેવા બજાવનાર મુખ્ય પ્રધાન તરીકે દિવસનો આરંભ કરતા નીતીશકુમારે શહેરની પશુચિકિત્સા કૉલેજના મેદાનમાં સંખ્યાબંધ નવા ફાયરબ્રિગેડ એન્જિનને લીલીઝંડી દેખાડી હતી.
નીતીશકુમાર ત્યાર બાદ વિખ્યાત મંદિરના રિનોવેશન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા બક્સર ગયા હતા. આ સુશોભીકરણ પ્રોજેક્ટ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ હસ્તકના પ્રવાસન ખાતાનો હતો. આ પ્રસંગે તેજસ્વી યાદવની રહસ્યમય ગેરહાજરીએ લોકોના મનમાં શંકાકુશંકાઓ ઊભી કરી હતી.
ઉપસ્થિત રહેલા લોકોમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન અશ્ર્વિનીકુમાર ચૌબેનો સમાવેશ થાય છે.
બેઠકમાં હાજર રહેલા બિહાર ભાજપ એકમના ઈન્ચાર્જ વિનોદ તાવડેએ પણ આ મામલે મૌન રહીને રહસ્ય જાળવી રાખ્યું હતું. જોકે, વિપક્ષ ઈન્ડિયા બ્લૉક સાથેના નીતીશકુમારના ભંગાણ માટે કૉંગ્રેસ પર તેમણે આક્ષેપ કર્યો હતો. નીતીશકુમારને ઈન્ડિયા બ્લૉકના ઘડવૈયા માનવામાં આવતા હતા.
પંજાબ અને પ. બંગાળમાં ઈન્ડિયા બ્લૉક પક્ષનું જોડાણ લગભગ તૂટી જ ગયું છે.
દરમિયાન જનતા દળ (યુ)ના રાજકીય સલાહકાર અને પ્રવક્તા કે. સી. ત્યાગીએ પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે બિહારની સરકાર તૂટી પડવાની અણી પર છે.
કૉંગ્રેસના નેતાઓનો એક વર્ગ નીતીશકુમારનું સતત અપમાન કરતો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. (એજન્સી)