યુપીમાં ભાજપ ધારાસભ્યના દીકરાને બદતમીઝી બદલ પોલીસે રોડ પર જ ઝાટક્યો, જુઓ વીડિયો

હાથરસ: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં ભાજપના ધારાસભ્ય ઋષિપાલ સિંહનો દીકરો ચૌધરી તપેશ એક ટ્રાફિક પોલીસકર્મી સાથે ઝઘડતા જોવા મળી રહ્યો છે. રોડ પર રોકેલી ગાડીને ઉઠાવવાનું કહેતા ટ્રાફિક પોલીસકર્મીને ધારાસભ્યના દીકરાએ, ‘ચલ હટ, ભાગ યહા સે’ બદતમીઝી કરી હતી અને આ મામલે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને જેના કારણે રોડ પર પણ ટ્રાફિક જામ થયો હતો. વાયરલ થયેલા વિડિયોમાં ટ્રાફિક હવાલદાર કહે છે કે, “તમે તમારા પિતાનું નામ બદનામ કરી રહ્યા છો. તમે રસ્તા પર જામ લગાવી રહ્યા છો અને ઉપરથી ગેરવર્તણૂક કરી રહ્યા છો.”
યુવક અને ટ્રાફિક પોલીસ સાથેની ઉગ્ર બોલાચાલીનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં શેર થઇ રહ્યો છે. આ બનાવ કોતવાલી વિસ્તારનો છે, જેમાં એક સ્કોર્પિયો કાર આવીને રોડની બાજુ પર રોકી દીધી હતી. તેના કારણે રોડ પર ટ્રાફિક થઇ રહ્યો હતો, આથી ત્યાં ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીએ કારને હટાવી લેવા કહ્યું હતું. ટે કારના આગળનાં ભાગે ધારાસભ્ય લખેલું હતું અને ભાજપનો ઝંડો પણ લાગેલો હતો.
હાથરસમાં એક ટ્રાફિક પોલીસકર્મીએ રસ્તા પર ઉભેલી કારને હટાવવાનું કહ્યું, જેના કારણે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. આ કારમાં ભાજપના ધારાસભ્ય ઋષિપાલ સિંહના પુત્ર ચૌધરી તપેશ બેઠો હતા. પોલીસકર્મીના કહેવાથી તેઓ ભડકી ઉઠ્યા અને પોલીસકર્મીને “ચલ હટ, ભાગ અહીંથી” કહીને કાર હટાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ બાદ, બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને ટ્રાફિક સિપાહીએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું અને યુવકને સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે તે કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે.
આ બોલાચાલીના કારણે ઘટનાસ્થળે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અન્ય વાહનચાલકો સતત હોર્ન વગાડી રહ્યા હતા. આ દરમિયાન, અન્ય પોલીસકર્મીઓ પણ ત્યાં પહોંચ્યા અને તપેશને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ લગભગ ૩-૪ મિનિટ સુધી આ બોલાચાલી ચાલુ રહી. અંતે ધાર્સાભ્યના પુત્રએ પોલીસકર્મીને “જોઈ લેવાની” ધમકી પણ આપી. કાર પર ‘ધારાસભ્ય’ લખેલું હોવા છતાં અને અન્ય પોલીસકર્મીઓની દરમિયાનગીરી છતાં યુવકે જે રીતે વર્તન કર્યું, તેની સોશિયલ મીડિયા પર ખુબ જ ટીકા થઈ રહી છે.
આ પણ વાંચો…યુપીમાં પૂર વચ્ચે યોગી સરકારના પ્રધાનના બેજવાબદાર બોલ: ‘ગંગા મૈયા પુત્રોના પગ ધોવા આવે છે…