રામ ગોપાલ વર્મા ફરી વિવાદમાં ફસાયા, સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ બદલ કેસ નોંધાયો
અમરાવતી: બોલિવૂડ ફિલ્મ દિગ્દર્શક રામ ગોપાલ વર્મા તેમના નિવેદનોને કારણે વિવાદમાં રહે છે. તેમણે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ અને તેમના દીકરા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. હવે આ મામલે તેમના વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો (Case against Ram Gopal Verma) છે.
એક અહેવાલ મુજબ સોમવારે આંધ્ર પ્રદેશ(Andrapradesh)ના પ્રકાશમ જિલ્લામાં ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ તેમણે તેની ફિલ્મ ‘વ્યુહમ’ના પ્રમોશન દરમિયાન સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ્સ કરી હતી, જેનાથી મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ, તેમના દીકરા અને આઈટી પ્રધાન નારા લોકેશ, બહુ બ્રહ્માણી અને અન્ય તેલુગુ દેશમ પાર્ટી(TDP) કાર્યકર્તાઓની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હતી.
શું હતું સોશિયલ મીડિયા પોસ્ટમાં:
અહેવાલો અનુસાર, રામ ગોપાલ વર્મા પર આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને ઉપમુખ્ય પ્રધાન પવન કલ્યાણ સામે કથિત રીતે અપમાન જનક પોસ્ટ શેર કરવાનો આરોપ છે.
TDPના વિભાગીય સચિવ રામલિંગમેં આપેલી ફરિયાદના આધારે પ્રકાશમ જિલ્લામાં રામ ગોપાલ વર્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ફરિયાદમાં તેમના પર સીએમ એન ચંદ્રબાબુ નાયડુ, તેમના પુત્ર અને આઈટી મંત્રીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ કાયદા હેઠળ કેસ નોંધાયો:
અહેવાલ મુજબ દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ખોટી માહિતી ફેલાવવા માટે ઓનલાઈન બદનક્ષી અને ડિજિટલ પ્લેટફોર્મનો દુરુપયોગ કરવા બદલ રામગોપાલ વર્મા વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ કેસ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
‘વ્યૂહમ’ના પ્રમોશન દરમિયાન પોસ્ટ:
‘વ્યૂહેમ’ ફિલ્મ શરૂઆતમાં ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની હતી, પરંતુ વિવાદો બાદ આખરે ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા માર્ચમાં રિલીઝ કરવામાં આવી હતી. રામ ગોપાલ વારમાંની આ સોશિયલ મીડિયા પોસ્ટ ફિલ્મના પ્રમોશનનો એક ભાગ હતી. આ પોસ્ટ 2009 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભૂતપૂર્વ સીએમ વાયએસ રાજશેખર રેડ્ડીના અવસાન અને ત્યારબાદ તેમના પુત્ર વાયએસ જગન મોહન રેડ્ડી દ્વારા YSR કોંગ્રેસ પાર્ટીની રચના પર આધારિત હતી. રામ ગોપાલ વર્માએ અગાઉ પણ જનસેનાના વડા પવન કલ્યાણ સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જે હવે નાયબ મુખ્ય પ્રધાન છે.