‘અમને પાકિસ્તાનથી આઝાદ કરો…’
PoKના લોકોએ પીએમ મોદીને અપીલ કરી
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિતિ ઘણી વિસ્ફોટક છે. ત્યાંની મોંઘવારી, બેરોજગારી અને વીજળી કાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો ભૂખમરાથી પીડાઇ રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે પીઓકેના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને પાકિસ્તાન સરકારનો સતત વિરોધ કરી રહ્યા છે. અહીં સરકાર વિરોધી પ્રદર્શનો મોટા પાયે ઊગ્ર બની રહ્યા છે. હવે પીઓકેના લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે વીડિયોમાં પીઓકેના લોકો જ પાકિસ્તાન સરકારનો પર્દાફાશ કરી રહ્યા છે.
આ વીડિયો કાશ્મીરી કાર્યકર્તા શબ્બીર ચૌધરીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં તેણે PoKમાં રહેતા લોકોની સમસ્યાઓ વિશે વિગતવાર જણાવ્યું છે. PoKમાં રહેતા લોકો ખુદ પણ માંગ કરી રહ્યા છે કે તેમને પાકિસ્તાનમાંથી મુક્ત કરવામાં આવે. જોકે, મોટી વાત એ છે કે તેઓએ સીધી પીએમ મોદી પાસેથી જ મદદ માંગી છે.
જો કે, આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેન્દ્રીય મંત્રી વીકે સિંહે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે પીઓકે થોડા સમયમાં ભારતમાં સામેલ થઈ જશે, બસ થોડી રાહ જોવાની જરૂર છે. હવે તેમના નિવેદન અને હવે વાયરલ થઈ રહેલા આ વીડિયોએ ઘણી મનગમતી અટકળોને જન્મ આપ્યો છે. આ પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ આ દિશામાં અનેક નિવેદનો આપ્યા હતા.
પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાંની સ્થિતિ હાલમાં વિસ્ફોટક છે. દેવામાં ડૂબેલો આ દેશ અત્યારે રેકોર્ડ મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. બેરોજગારી વકરી છે અને મહિલાઓ પરના અત્યાચારોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ આ દરમિયાન આતંકવાદને આપવામાં આવેલા આશ્રયના કારણે પણ પાકિસ્તાનને આખી દુનિયા સામે અલગ પાડી દીધું છે.