
ભારત અને પાકિસ્તાનને બંનેને સાથે આઝાદી મળી. ભારત પ્રગતિમાં આગળ વધ્યું, પરંતુ આતંકવાદને પ્રોત્સાહન, હિંસા અને ગરીબીને કારણે પાકિસ્તાન પાછળ રહી ગયું. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં રહેલા પીઓકેના લોકો ભારતમાં ભળવા માંગે છે. પીઓકેના આ લોકો જાણે છે કે પાકિસ્તાનમાં તેમનું જીવન નર્ક જેવું છે. આવી સ્થિતિમાં તેઓ જલદી ભારતમાં જોડાવા માંગે છે. ત્યાં ભારત સાથે વિલીનીકરણની માંગ દિવસેને દિવસે વેગ પકડી રહી છે.
પાકિસ્તાની સૈન્ય તરફથી જીવના જોખમને કારણે બ્રિટનમાં નિર્વાસિત જીવન જીવતા પીઓકેના રહેવાસી અજમદ અયુબ મિર્ઝા જણાવે છે કે દરરોજ પીઓકેના સેંકડો લોકો પૂછે છે કે તેઓ ક્યાં સુધી પાકિસ્તાની સેનાના અત્યાચારો સહન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીઓકેના લોકોનું કહેવું છે કે તેઓ સત્તાવાર રીતે ભારતના રહેવાસી છે અને હવે તેઓ ખરેખર ભારતમાં ભળવા માટે રાહ જોઈ શકતા નથી.
મિર્ઝા કહે છે કે પાકિસ્તાની શાસકો પીઓકેને આઝાદ કાશ્મીર કહે છે, પરંતુ અહીંના લોકોની હાલત ગુલામો કરતાં પણ ખરાબ છે. દાયકાઓથી આઝાદીના નામે પાકિસ્તાની સેના પીઓકેમાં જુલમ કરી રહી છે અને કાશ્મીરમાં આતંક ફેલાવી રહી છે. હવે લોકો સમજવા લાગ્યા છે કે જે દેશ આર્થિક બરબાદીની આરે બેઠો છે તે તેમના માટે શું સારું કરી શકશે. આવી સ્થિતિમાં કાશ્મીરમાં ધર્મના નામે જે ઝેર ફેલાવવામાં આવ્યું હતું તેની અસર પણ ઓસરવા લાગી છે. મિર્ઝાએ જણાવ્યું હતું કે, ‘પાક સેના અને સરકારનો પીઓકે પર કબજો છે.
પીઓકેના તમામ સંસાધનો પાકિસ્તાની સેના અને સરકારના નિયંત્રણમાં છે. અહીં સામાન્ય લોકોને બે ટાઈમનું ભોજન મેળવવા માટે પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના લોકોની હાલત ગુલામો કરતા પણ ખરાબ છે. દાયકાઓથી પાકિસ્તાની સેના પીઓકેમાં આઝાદીના નામે અત્યાચાર કરી રહી છે અને પીઓકેના લોકો આ અત્યાચાર સહન કરવા હવે તૈયાર નથી. તેઓ વહેલી તકે ભારતમાં ભળી જવા માગે છે.