નેશનલ

પીએમઓ કાર્યાલય હવે સેવા તીર્થ તરીકે ઓળખાશે, વાંચો દેશમાં નામ બદલાયેલા શહેરો અને સ્થળોનું સંપૂર્ણ લિસ્ટ

નવી દિલ્હી : દેશમાં એનડીએ શાસનમાં આવ્યા બાદ અસંખ્ય રસ્તાઓ, સરકારી ઇમારતો, સંસ્થાઓ અને શહેરોના નામ બદલવામાં આવ્યા છે. જેમાં હાલ જ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલય પીએમઓ કાર્યાલયનું નામ સેવાતીર્થ અને રાજપથનું નામ કર્તવ્ય પથ કરવાની બાબત હાલ ચર્ચામાં છે.

પીએમઓ કાર્યાલયનું નવું સંકુલ જે અગાઉ એક્ઝિક્યુટિવ એન્ક્લેવ તરીકે ઓળખાતું હતું. જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવ્યું હતું. નવા બિલ્ડિંગ સંકુલમાં પ્રધાનમંત્રી કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય હશે.

આપણ વાચો: PMO હવે ‘સેવાતીર્થ’ તરીકે ઓળખાશે, રાજભવનનું નવું નામ ‘લોકભવન’: સરકારે બદલ્યા અનેક સરકારી ભવનોના નામ

નવું નામ, સેવા તીર્થ, પસંદ કરવામાં આવ્યું કારણ કે તે સરકારના કાર્યમાં સેવાની ભાવનાને પ્રાથમિકતા આપવાનું પ્રતીક છે. આનો અર્થ એ છે કે શાસન ફક્ત સત્તા માટે નહિ પરંતુ લોકોની સેવા અને કલ્યાણ માટે છે.

કેન્દ્ર સરકારે આ નામના ફેરફારોને ભારતીય સંસ્કૃતિ, જાહેર ભાવના અને ફરજની ભાવનાને મજબૂત બનાવવા તરફના પગલા તરીકે જોવામાં આવે છે. કેન્દ્ર સરકારે બદલેલા નામોની યાદી આ મુજબ છે.

  1. રાજપથ – કર્તવ્ય પથ(2022 )

દિલ્હીના ઐતિહાસિક રાજપથને હવે કર્તવ્ય પથ તરીકે નામિત કરવામાં આવ્યો છે. આ ફેરફાર જાહેર સેવા અને ફરજને પ્રાથમિકતા આપવાના વિચાર સાથે કરવામાં આવ્યો હતો.

  1. ૭ રેસકોર્સ રોડ – લોક કલ્યાણ માર્ગ (2016)
    વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન હવે લોક કલ્યાણ માર્ગ તરીકે ઓળખાશે. આ નામ જાહેર કલ્યાણનું પ્રતીક છે.

3.આયોજન પંચ – નીતિ આયોગ (2015)

સ્વતંત્રતા બાદ રચાયેલ આયોજન પંચને નાબૂદ કરવામાં આવ્યું હતું અને નીતિ આયોગ બનાવવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય રાજ્યો સાથે મળીને નીતિ ઘડવાનો છે.

  1. વડાપ્રધાન કાર્યાલય સંકુલ – સેવા તીર્થ (2025-26)

નવા પીએમઓ સંકુલનું નામ સેવા તીર્થ રાખવામાં આવ્યું છે.આ નામ સેવા અને જાહેર જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

  1. કેન્દ્રીય સચિવાલય – કર્તવ્ય ભવન
    સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નવી સચિવાલય ઇમારતોને કર્તવ્ય ભવન કહેવા આવશે. આ ફેરફાર સરકારી કર્મચારીઓની ફરજની ભાવનાને પ્રતિબિંબિત કરવા માટે કરવામાં આવ્યો હતો.
  2. ડેલહાઉસી રોડ – દારા શિકોહ રોડ
    બ્રિટિશ ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીના નામ પરથી નામ આપવામાં આવેલ રસ્તાનું નામ મુઘલ રાજકુમાર દારા શિકોહના નામ પરથી રાખવામાં આવ્યું. દારા શિકોહને ભારતની સાંસ્કૃતિક એકતાનું પ્રતીક માનવામાં આવે છે.
  3. રાજભવન – લોક ભવન (ઘણા રાજ્યો)
    આ ઉપરાંત અનેક રાજ્યોમાં, રાજ્યપાલનું નિવાસસ્થાન, રાજભવન, લોક ભવન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ફેરફાર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને આસામ અને ગુજરાત જેવા રાજ્યોમાં લાગુ કરવામાં આવ્યો છે.
  4. રાજ નિવાસ – લોક નિવાસ
    લદ્દાખ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં, રાજ નિવાસનું નામ બદલીને લોક નિવાસ કરવામાં આવ્યું.

શહેરો અને સ્થળોના નામમાં મોટા ફેરફારો

  1. અલ્હાબાદ – પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ)
    ઐતિહાસિક અને ધાર્મિક ઓળખને ધ્યાનમાં રાખીને નામ બદલવામાં આવ્યું.
  2. ફૈઝાબાદ જિલ્લો – અયોધ્યા જિલ્લો
    રામ જન્મભૂમિ સાથે સંકળાયેલી ધાર્મિક ઓળખને મહત્વ આપવામાં આવ્યું.
  3. મુઘલસરાય સ્ટેશન – પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન
    એક મુખ્ય રેલ્વે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું.
  4. ઔરંગાબાદ – સંભાજીનગર (મહારાષ્ટ્ર)
    છત્રપતિ સંભાજી મહારાજના માનમાં નામ બદલવામાં આવ્યું.
  5. ઉસ્માનાબાદ – ધારાશિવ (મહારાષ્ટ્ર)
    પ્રાચીન ભારતીય નામો ફરીથી અપનાવવામાં આવ્યા.

નામો બદલવા પાછળ કેન્દ્ર સરકારે ત્રણ મુખ્ય હેતુ જણાવ્યા

આ નામો બદલવા પાછળ કેન્દ્ર સરકારે ત્રણ મુખ્ય હેતુ હોવાનું જણાવ્યું છે. જેમાં પ્રથમ ઉદ્દેશની વાત કરીએ તો ગુલામીના પ્રતીકોમાંથી મુક્તિ મેળવવાનો છે. તેમજ બીજો ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસનું સન્માન કરવાનો છે. આ ઉપરાંત તેનો ત્રીજો ઉદ્દેશ લોક કલ્યાણ અને સેવાની ભાવના વધારવાનો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button