નવી દિલ્હીઃ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે 1 કરોડ પરિવારોને 300 યુનિટ વીજળી મફતમાં મળશે. આ સિવાય દર વર્ષે 15,000 રૂપિયાની આવક થશે. સરકાર 2 KW સુધીના સોલાર પ્લાન્ટ માટે 60 ટકા સબસિડી આપશે, ત્યારબાદ 1 KW વધારવા પર 40 ટકા સબસિડી આપવામાં આવશે. સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે દરેક પરિવારને લગભગ 78,000 રૂપિયા સબસિડી તરીકે મળશે.
આ યોજના માટે 75,000 કરોડના બજેટની મંજૂરી આપાવમાં આવી છે. જો RWA કે એક જૂથ કે એક હાઉસિંગ સોસાયટી, કોમન લાઇટિંગ, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જર માટે પ્લાન્ટ લગાડવા ઈચ્છે તો 18,000 રૂપિયા પ્રતિ કિલોવોટની સબસિડી આપવામાં આવશે.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે PM સૂર્ય ઘર: મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને તેમના અધિકારક્ષેત્રમાં રુફટોપ સોલાર સિસ્ટમ (છત પર સૌર ઉર્જા) ને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે જેથી જમીન સ્તરે આ યોજનાને લોકપ્રિય બનાવી શકાય.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને