નેશનલ

PM Modi એ Shyama Prasad Mukherjee ની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી, કહી આ વાત

નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)શનિવારે ભારતીય જનસંઘના સ્થાપકોમાંના એક શ્યામા પ્રસાદ મુખર્જીને(Shyama Prasad Mukherjee 123મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતિ પર તેમના મજબૂત રાષ્ટ્રવાદી વિચારોથી ભારત માતાને ગૌરવ અપાવનાર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. માતૃભૂમિ માટે તેમનું સમર્પણ અને બલિદાન દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતા રહેશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્થનથી જનસંઘની રચના કરી

મુખર્જી ભારતીય જનસંઘના સ્થાપકોમાંના એક હતા. જનસંઘ એ ભારતીય જનતા પાર્ટી (BJP)નું પુરોગામી સંગઠન હતું. તેઓ જવાહરલાલ નેહરુની કેબિનેટના સભ્ય હતા પરંતુ તત્કાલીન વડાપ્રધાન સાથેના મતભેદોને કારણે તેમણે પદ છોડી દીધું અને પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સમર્થનથી જનસંઘની રચના કરી.

પ્રતિબંધના વિરોધ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી

જમ્મુ અને કાશ્મીરમાં ધરપકડ બાદ 1953માં મુખર્જીનું અવસાન થયું હતું. રાજ્યના બિન-નિવાસી ભારતીય નાગરિકો પર લાદવામાં આવેલા પ્રતિબંધના વિરોધ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ રાજ્યને આપવામાં આવેલા વિશેષ દરજ્જાના વિરોધમાં હતા.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી કોણ હતા?

આજે ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ છે. તેમનો જન્મ 6 જુલાઈ 1901ના રોજ કલકત્તાના એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ આશુતોષ મુખર્જી હતું. તેમણે વર્ષ 1917માં મેટ્રિક પૂર્ણ કર્યું. વર્ષ 1921માં તેમણે બી.એ.ની ડિગ્રી લીધી. વર્ષ 1923માં તેમણે કાયદાની ડિગ્રી લીધી, ત્યારબાદ તેઓ ઈંગ્લેન્ડ ગયા. વર્ષ 1926માં તેઓ ઈંગ્લેન્ડ પહોંચ્યા અને ત્યાંથી ભારત પાછા ફર્યા ત્યારે તેઓ બેરિસ્ટર બની ચૂક્યા હતા.

33 વર્ષની ઉંમરે, ડૉ. મુખર્જી કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બન્યા. પછી એક સમય એવો આવ્યો જ્યારે તેઓ સાંસદ બન્યા, મંત્રી બન્યા અને પછી તેમણે જનસંઘની સ્થાપના કરી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button