ટોપ ન્યૂઝનેશનલ

આજે વડા પ્રધાન મોદી લોકસભાને સંબોધિત કરશે, રાહુલ ગાંધીને વળતો જવાબ આપશે?

નવી દિલ્હી: ગઈ કાલે લોકસભા(Lok Sabha)માં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર, ભાજપ અને RSS પર પ્રહારો કર્યા હતા, તેમના ભાષણના એક દિવસ પછી આજે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi), 2જી જૂનના રોજ ગૃહમાં સંબોધન કરશે. લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે વડા પ્રધાન મોદી તેમનો જવાબ આપશે.

સંસદમાં તેમના ભાષણ પહેલાં, પીએમ મોદી સવારે 9:30 વાગ્યે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની સંસદીય દળની બેઠકને સંબોધિત કરશે. ત્રીજી વખત વડા પ્રધાન બન્યા બાદ સત્તા પર રહેલા NDA ગઠબંધનના સાંસદોને આ તેમનું પ્રથમ સંબોધન હશે.

નોંધનીય છે કે 2014 પછી પ્રથમ વખત ભાજપે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બહુમતી ગુમાવી છે અને સરકાર ટકાવી રાખવા માટે તેના સાથી પક્ષો પર નિર્ભર છે. ભાજપે 240 બેઠકો જીતી હતી, તેના સાથી પક્ષોએ 53 બેઠકો જીતી હતી, જેના કારણે NDAએ 543 સભ્યોના ગૃહમાં બહુમતીનો આંકડો પાર કર્યો હતો.

આભાર પ્રસ્તાવની ચર્ચા, અગાઉ શુક્રવારના રોજ થવાની હતી, પરંતુ વિપક્ષી સાંસદોએ NEET પરીક્ષામાં ગેરરીતિઓ સામે વિરોધ કર્યા પછી લોકસભા સ્થગિત કરવામાં આવી હતી.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીના લોકસભા ચૂંટણી, NEET પેપર લીક અને અગ્નિપથ યોજનાઅંગે ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહારો કર્યા બાદ વડા પ્રધાન મોદીનો વળતો જવાબ આપશે.

રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કહ્યું, “એક અગ્નિવીર લેન્ડમાઈન બ્લાસ્ટમાં જીવ ગુમાવ્યો, પણ તેને ‘શહીદ’ નો દરજ્જો ના અપાયો… ‘અગ્નવીર’ યુઝ એન્ડ થ્રો જેવી યોજના છે.”

રાહુલ ગાંધીએ નિર્ભયતા, આશ્વાસન અને સલામતીના હિંદુ પ્રતીક ‘અભયમુદ્રા’ ને કોંગ્રેસ સાથે જોડીને કહ્યું કે “ભાજપ માત્ર હિંસા, નફરત વિશે વાત કરે છે.”

રાહુલ ગાંધીએ કહ્યું કે”અભયમુદ્રા એ કોંગ્રેસનું પ્રતીક છે…અભયમુદ્રા એ નિર્ભયતાનો સંકેત છે, આશ્વાસન અને સલામતીનો સંકેત છે, જે ભયને દૂર કરે છે અને હિંદુ, ઇસ્લામ, શીખ ધર્મ, બૌદ્ધ ધર્મ અને અન્ય ભારતીય ધર્મોમાં દૈવી સુરક્ષા આપે છે.. .આપણા તમામ મહાપુરુષોએ અહિંસા અને ભયને સમાપ્ત કરવાની વાત કરી છે…પરંતુ, જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા, નફરત, અસત્યની વાત કરે છે…આપ હિંદુ હો હી નહીં,”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ