નેશનલ

PM નરેન્દ્ર મોદી vs રાહુલ ગાંધી આજે કેરળમાં રેલી

થિરુવનંથપુરમઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર કાર્યક્રમમાં દરેક પક્ષ વ્યસ્ત છે. કેરળમાં લોકસભા ચૂંટણી માટે મતદાનનો દિવસ 26 એપ્રિલ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં તમામ 20 મતવિસ્તારોને આવરી લેવામાં આવશે. કેરળમાં રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે ત્યારે મોદી અને ગાંધી બંને પોતપોતાના પક્ષ માટે પ્રચાર કરવા જનતા સાથે સક્રિયપણે જોડાઈ રહ્યા છે.

પીએમ મોદી આજે ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યક્રમના ભાગરૂપે કેરળમાં બે સભામાં હાજરી આપશે. રાહુલ ગાંધી સાંજે ઉત્તર કોઝિકોડમાં UDFની રેલી કરશે. આમ કેરળ આજે હાઇ-વોલ્ટેજ રાજકીય પ્રવૃત્તિઓનું સાક્ષી બનશે.

આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારના ભાગરૂપે મોદી 15 એપ્રિલે કેરળમાં બે કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. દરમિયાન, રાહુલ ગાંધી પણ બે દિવસના પ્રવાસ માટે કેરળ પહોંચશે, સાંજે ઉત્તર કોઝિકોડમાં UDF રેલી યોજશે અને તેમના લોકસભા મતવિસ્તાર વાયનાડમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

PM નરેન્દ્ર મોદી સોમવારે સવારે ત્રિશૂર જિલ્લાના અલાથુર મતવિસ્તારમાં કુન્નમંગલમ ખાતે ચૂંટણી પ્રચારના ભાગરૂપે જાહેર સભામાં ભાગ લેશે. તેઓ અનુક્રમે અલાથુર અને થ્રિસુરમાં NDA ઉમેદવારો ટીએન સરસુ અને સુરેશ ગોપી માટે પ્રચાર કરશે. ત્યાર બાદ તેઓ તિરુવનંતપુરમ જિલ્લાના કટ્ટક્કડા જઇ અટ્ટિંગલ અને તિરુવનંતપુરમ મતવિસ્તારમાંથી એનડીએના બેનર હેઠળ ચૂંટણી લડતા બે કેન્દ્રીય પ્રધાનો વી મુરલીધરન અને રાજીવ ચંદ્રશેખર માટે પ્રચાર કરશે. દક્ષિણના રાજ્યમાં મોદીની આ છઠ્ઠી મુલાકાત છે. તેઓ છેલ્લે 19 માર્ચે કેરળ આવ્યા હતા જ્યારે તેમણે પલક્કડ જિલ્લામાં એક વિશાળ રોડ શો કર્યો હતો.

રાહુલ ગાંધીની વાત કરીએ તો તેઓ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે અને કેરળમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ની રેલીઓને સંબોધશે. રાહુલ ગાંધી વાયનાડથી ઉમેદવારી કરીને પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. સાંજે તેઓ ઉત્તર કોઝિકોડ જિલ્લામાં UDF રેલીને સંબોધિત કરશે. રાહુલ ગાંધી 15 અને 16 એપ્રિલે વાયનાડ મતવિસ્તારમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.18 એપ્રિલે તેઓ કોંગ્રેસની કન્નુર, પલક્કડ અને કોટ્ટાયમ મતવિસ્તારોમાં યોજાનારી બેઠકોમાં ભાગ લેશે.

રાહુલ ગાંધી 22 એપ્રિલે થ્રિસુર, તિરુવનંતપુરમ અને અલપ્પુઝા જિલ્લામાં રેલીઓને પણ સંબોધિત કરવાના છે. રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન 4,31,770 મતોના રેકોર્ડ માર્જિન સાથે વાયનાડ લોકસભા બેઠક જીતી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા