‘બાલક બુદ્ધિ, તુમસે ના હો પાએગા’: પીએમ મોદીનો લોકસભામાં રાહુલ ગાંધી પર કટાક્ષ

નવી દિલ્હી: સંસદના નીચલા ગૃહમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા સોમવારે કરવામાં આવેલા ભાષણ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાએ સહાનુભૂતિ મેળવવા માટે આ બધું નાટક કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતાં તેમને ‘બાળક બુદ્ધિ’ (બાળકના મગજ સાથેની પુખ્ત વ્યક્તિ) કહ્યા હતા.
આ પણ વાંચો: શોલે ફિલ્મની શૈલીમાં બાળક રાહુલ ગાંધીને ફટકાર લગાવી પીએમ મોદીએ
પીએમ મોદીએ કહ્યું હતું કે, બાલક બુદ્ધિ અહીં રડી રહી છે… આ વ્યક્તિએ મને માર્યો, તે વ્યક્તિએ મને માર્યો, મને અહીં માર્યો, મને ત્યાં માર્યો… સહાનુભૂતિ મેળવવા માટે આ બધા નાટક ભજવવામાં આવી રહ્યું છે.
બાળક સમાન વ્યક્તિને ખબર નથી હોતી કે શું બોલવું અને કેવી રીતે વર્તવું…તે (રાહુલ ગાંધી) ક્યારેક લોકસભાની અંદર આંખ મીંચકારે છે… દેશ હવે તેને સારી રીતે ઓળખી ગયો છે. આખો દેશ હવે તેને કહી રહ્યો છે ‘તુમસે ના હો પાએગા (તમે પરફોર્મ કરી શકશો નહીં),’ એમ પીએમ મોદીએ ઉમેર્યું હતું.
આ સળંગ ત્રીજી વખત કૉંગ્રેસ 100નો આંકડો પાર કરી શકી નથી. પરાજય સ્વીકારવાને બદલે તેઓ અહંકારી બની રહ્યા છે. તેઓ એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેમણે અમને પરાજિત કર્યા છે, એમ વિપક્ષ દ્વારા ગૃહમાં કરવામાં આવી રહેલી ધમાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું.
સોમવારે રાહુલ ગાંધીએ નીટની પરીક્ષા સહિત અનેક મુદ્દાઓ પર સરકાર પર હુમલો કર્યો. તેમણે પાર્ટીના હિંદુ ધર્મની વિચારધારાને વળગી રહેવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જો કે સ્પીકર ઓમ બિરલાએ તેમના ભાષણના ઘણા ભાગોને ગૃહના કામકાજમાંથી હટાવી દીધા હતા.
આ પણ વાંચો: ‘મોદીજીની દુનિયામાં સત્ય ભૂંસી શકાય છે…’ લોકસભા ભાષણનો ભાગ હટાવ્યા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
પીએમ મોદીએ યાદ અપાવ્યું હતું કે રાહુલ ગાંધી ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર બહાર છે.
સહાનુભૂતિ મેળવવા માટે એક નવું નાટક શરૂ કરવામાં આવ્યું છે પરંતુ દેશ એ સત્ય જાણે છે કે તેઓ (રાહુલ ગાંધી) હજારો કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં જામીન પર બહાર છે. તેમને ઓબીસી સમાજના લોકોને ચોર કહેવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં બેજવાબદાર નિવેદન આપવા બદલ માફી પણ માંગવી પડી હતી.
લોકસભામાં ભગવાન શિવને દર્શાવતું પોસ્ટર પ્રદર્શિત કરવાના રાહુલ ગાંધીના કૃત્ય પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું કે ભગવાનની છબીઓનો ઉપયોગ વ્યક્તિગત રાજકીય હેતુ માટે થઈ શકે નહીં.
સોમવારે જે બન્યું તેને ગંભીરતાથી લીધા વિના આપણે સંસદીય લોકશાહીનું રક્ષણ કરી શકીશું નહીં. આપણે આ કૃત્યોને બાલિશ ગણાવીને અવગણવું જોઈએ નહીં, તેને બાલિશ ગણીને તેની અવગણના કરવી જોઈએ નહીં અને હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે તેની પાછળ બદઈરાદાઓ છે. હું દેશને પણ જાગૃત કરવા માંગુ છું, એમ તેમણે ઉમેર્યું હતું.