નવરાત્રીમાં વડા પ્રધાન તમારી સાથે કંઈક શેર કરવાના છે
નવરાત્રીનો પાવન પર્વ આવતીકાલથી શરૂ થશે. જ્યારે આ વચ્ચે હવે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા ગરબા નું ગીત વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે. આ ગરબો ધ્વનિ ભાનુશાલીએ ગાયો છે. જેની ટ્વિટ સિંગર દ્વારા કરવામાં આવી છે. પીએમ મોદી દ્વારા અગાઉ લખવામાં આવેલા ગરબા ગીત સિંગર ધ્વનિ ભાનુશાલીએ ગાયું છે અને તનિશ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. જેને લઇને પીએમ મોદીએ આભાર માન્યો છે અને કહ્યું છે કે વર્ષો પહેલા લખેલા ગરબાની સ્મૃતિઓ તાજા થઇ ગઇ છે. મેં વર્ષોથી કંઇ લખ્યું નથી. જોકે, છેલ્લા થોડાક દિવસોમાં એક નવો ગરબો લખ્યો છે. જે હું નવરાત્રીમાં શેર કરીશ.
ગરબો ગીતને લઇને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે પણ પ્રિતક્રિયા આપી છે. કંગનાએ વખાણ કર્યા છે અને પીએમ મોદીને પ્રેરણાદાયક ગણાવ્યા છે. તેણે ટ્વિટ કર્યું અને લખ્યું કેટલું સુંદર છે. એ પછી અટલજીની કવિતા હોય કે નરેન્દ્ર મોદીના ગીત કે કવિતા કે વાર્તાની વાત હોય. દરેક કલાકારો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે.