Top Newsનેશનલ

પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી…

નવી દિલ્હી : ભારત રત્ન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે પીએમ મોદીએ તેમના નિવાસ સ્થાને પહોંચીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ અગાઉ પીએમ મોદીએ એક્સ પર લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. લાલકૃષ્ણ અડવાણી શનિવારે 98 વર્ષના થયા છે. તેમને આ વર્ષે ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.

દેશની પ્રગતિને માટે જીવન સમર્પિત કર્યું

પીએમ મોદીએ એક્સ પણ જણાવ્યું કે, અડવાણીજીએ મહાન દ્રષ્ટિકોણથી દેશની પ્રગતિને માટે જીવન સમર્પિત કર્યું. તેઓ હંમેશા નિઃસ્વાર્થ ફરજ અને મજબૂત સિદ્ધાંતોની ભાવનાને અપનાવી છે. તેમના યોગદાને લોકશાહી અને સાંસ્કૃતિક પરિદૃશ્ય પર અમીટ છાપ પડી છે. ભગવાન તેમને સારુ સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય બક્ષે.

દરેક જવાબદારીનો ધ્યેય રાષ્ટ્ર પ્રથમ રહ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભારત રત્ન લાલ કૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમણે એક્સ પર લખ્યું કે, ભાજપના સ્થાપક સભ્ય, ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લાખો કાર્યકરો માટે પ્રેરણા સ્ત્રોત ‘ભારત રત્ન’ લાલ કૃષ્ણ અડવાણીજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. અડવાણીજીએ સાબિત કર્યું કે કેવી રીતે નિઃસ્વાર્થપણે પોતાનું આખું જીવન રાષ્ટ્રને સમર્પિત કરી શકાય. જેમાં સંગઠનથી લઈને સરકાર સુધી તેમની દરેક જવાબદારીનો ધ્યેય રાષ્ટ્ર પ્રથમ રહ્યો છે.

જગત પ્રકાશ નડ્ડાએ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ પણ અડવાણીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને લખ્યું, હું ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન, ‘ભારત રત્ન’ લાલકૃષ્ણ અડવાણીજીને મારા જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button