નેશનલ

Loksabha Election 2024 : પીએમ મોદી 7 મેના રોજ અમદાવાદના રાણીપમાં મતદાન કરશે

ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજવવાનું છે. રાજ્યમાં 26 માંથી 25 બેઠકો પર મતદાન યોજાશે કારણ કે સુરત લોકસભા બેઠક બિનહરીફ થતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજેતા જાહેર થયા છે. જ્યારે પીએમ મોદી 7 મેના રોજ મતદાન માટે અમદાવાદ આવશે. જેમાં તેવો 6 મેની મોડી સાંજે અમદાવાદ આવશે અને 7 મે ના રોજ રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કરશે. રાજયમાં આ વખતે મતદાનનો સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સવારે 7 વાગેથી સાંજે 6 વાગે સુધી મતદાન યોજાશે.

વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો

પીએમ મોદીએ હાલમાં જ ગુજરાતમાં બે દિવસનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. તેમજ રાજ્યમાં લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમણે લોકોને ગરમી સહન કરીને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. NDA એ આ લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો જીતવાનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાં ભાજપે ગુજરાતની તમામ બેઠકો પાંચ લાખથી વધુ લીડથી જીતવાનો પણ લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. જેની માટે ભાજપ હાલ આખરી તબક્કાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મનસુખ માંડવિયાના પ્રચારમાં જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાશે

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મી જૂનના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે પોરબંદર ખાતે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચારમાં જાણીતી અભિનેત્રી અને હાલમાં જ ભાજપમાં જોડાયેલી રૂપાલી ગાંગુલી પણ જોવા મળશે. રૂપાલી ગાંગુલી એક એવો ચહેરો છે જે ‘અનુપમા’ સીરિયલથી ઘરેઘરે જાણીતો બન્યો છે

ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સત્તાવાર આંકડા જાહેર કર્યા

આ ઉપરાંત, દેશમાં લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજવવાની છે. જેમાં બે તબક્કાનું મતદાન ક્રમશ 19 એપ્રિલ અને 26 એપ્રિલના રોજ યોજાયું હતું. જ્યારે ત્રીજા તબકકાનું મતદાન 7 મેના રોજ યોજવવાનું છે. જો કે આ દરમ્યાન ચૂંટણી પંચે બે તબક્કાના મતદાનના સત્તાવાર આંકડા જાહેર કર્યા હતા. ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડા મુજબ પ્રથમ તબક્કામાં અંતિમ મતદાન ટકાવારી 66.14 ટકા અને બીજા તબક્કા માટે 66.7 1 ટકા રહી હતી.

જેમાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલના રોજ 102 બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 26 એપ્રિલના 88 બેઠકો પર મતદાન થયું હતું જેમાં પ્રથમ તબક્કામાં પુરૂષ મતદારોનું મતદાન 66.22 ટકા હતું જ્યારે મહિલા મતદારોનું મતદાન 66.07 ટકા હતું. ECના નિવેદન અનુસાર બીજા તબક્કા માટે સંબંધિત આંકડા 66.99 ટકા અને 66.42 ટકા હતા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…