નેશનલ

PM Modi આજે રિલીઝ કરશે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો, વારાણસીમાં કિસાન સન્માન સંમેલનને સંબોધશે

નવી દિલ્હી : દેશના સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી(PM Modi) મંગળવારે પ્રથમવાર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી(Varanasi)પહોંચશે. પીએમ મોદી કિસાન સન્માન સંમેલનમાં ભાગ લેશે. આ દરમ્યાન 9.26 કરોડ લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિના 17મા હપ્તા તરીકે રૂ. 20,000 કરોડથી વધુની રકમ રીલીઝ કરશે. આ કોન્ફરન્સ દરમિયાન જ પીએમ મોદી સ્વ-સહાય જૂથોની 30,000 થી વધુ મહિલાઓને કૃષિ સખી પ્રમાણપત્ર પણ આપશે.

નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

કોન્ફરન્સ બાદ પીએમ મોદી સાંજે 7 વાગ્યે દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેશે. રાત્રે 8 કલાકે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. 19 જૂને સવારે 9:45 કલાકે બિહારના નાલંદાના ખંડેરની મુલાકાત લેશે. સવારે 10:30 વાગ્યે રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. ભારત અને પૂર્વ એશિયા સમિટ (EAS) દેશો વચ્ચે સંયુક્ત સહયોગ તરીકે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

આ સમારોહમાં 17 દેશોના મિશનના વડાઓ સહિત ઘણા મહાનુભાવો હાજરી આપશે. નાલંદા ખાતેના નવા કેમ્પસમાં 40 વર્ગખંડો સાથે બે શૈક્ષણિક બ્લોક છે. તેમાં 1,900 લોકો બેસી શકે છે. તેમાં 300 બેઠકોની ક્ષમતાવાળા બે ઓડિટોરિયમ છે.

PM નરેન્દ્ર મોદી પાંચમી વખત ગંગા આરતી નિહાળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પાંચમી વખત વિશ્વ પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટની ગંગા આરતીમાં ભાગ લેશે. તે અહીં 55 મિનિટ રોકાશે. તેઓ ગંગાની પૂજા કરશે અને 15 મિનિટ સુધી મોદી મણિ પર બેસશે.18 યુવતીઓ રિદ્ધિ-સિદ્ધિ સ્વરૂપે ઉપસ્થિત રહેશે. આ દરમિયાન ઘાટને 10 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવશે. ઘાટ દીવાઓથી ઝળહળી ઉઠશે.

વડાપ્રધાનનું સન્માન કરવામાં આવશે

ગંગા સેવા નિધિના પ્રમુખ સુશાંત મિશ્રાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી પાંચમી વખત આરતીમાં હાજરી આપશે. ગંગા આરતી બાદ વડાપ્રધાનનું સન્માન કરવામાં આવશે. તેમને કહ્યું કે તેમને પ્રસાદ તરીકે રૂદ્રાક્ષની માળા અને લાલ પેડા આપવામાં આવશે. લોગોમાં માતા ગંગાનું પ્રતીક, આરતીનો ફોટો અને પીએમની તસવીર હશે.

ઉત્તરાખંડ અને કોલકાતાથી ફૂલો મંગાવવામાં આવ્યા હતા

દશાશ્વમેઘઘાટની આરતી સ્થળને સૂર્યમુખી, કંદ, ફિકસ અને મેરીગોલ્ડના ફૂલોના માળાથી શણગારવામાં આવશે. સુશાંત મિશ્રાએ જણાવ્યું કે આ ફૂલો ઉત્તરાખંડ અને કોલકાતાથી મંગાવવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…