ઇન્ટરનેશનલનેશનલ

થાઈલેન્ડમાં PM મોદીએ નિહાળી ‘રામકિયેન’- કહ્યું ભારત અને થાઈલેન્ડ….

બેંગકોક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) થાઈલેન્ડનાં (Thailand) પ્રવાસે છે. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં દેશ થાઈલેન્ડની રાજધાની બેંગકૉંગમાં BIMSTEC શિખર સંમેલનમાં મળી રહ્યા છે. BIMSTEC એ આર્થિક ભાગીદારીને વધારવા માટે માટે બંગાળની ખાડી સાથે સરહદ ધરાવતા દેશોનું એક પ્લેટફોર્મ છે. ભારત ઉપરાંત, બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડ તેનો ભાગ છે.

મોદી સહિત સૌએ ‘રામકિયેન’ને નિહાળી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રામાયણનાં થાઈ સંસ્કરણ, રામકિયેનને નિહાળી હતી. એકલક નુ-ન્ગોએન, થાઈલેન્ડની બુંદિતપટાનસિલ્પા સંસ્થાના સંગીત અને નાટક ફેકલ્ટીના વિદ્યાર્થીઓના જૂથ સાથે, બે નૃત્ય સ્વરૂપો – ભારતના ‘ભરતનાટ્યમ’ અને થાઈલેન્ડના ‘ખોન’ના મિશ્રણ દ્વારા મહાકાવ્યનું પુનઃકથન પ્રસ્તુત કર્યું. રામાયણનું સાશ્વત મહાકાવ્ય ભારત અને થાઇલેન્ડ બંનેમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ અયોધ્યા અથવા અયુથૈયાના રાજકુમાર ભગવાન રામની વાર્તા છે.

શું કહ્યું વડા પ્રધાન મોદીએ?

સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર વડા પ્રધાને લખ્યું કે “અન્ય કોઈ નહીં પણ એક સાંસ્કૃતિક જોડાણ! થાઈ રામાયણ, રામકિયેનનું મંત્રમુગ્ધ કરનારું પ્રદર્શન નિહાળ્યું હતું. આ ખરેખર સમૃદ્ધ અનુભવ હતો જે ભારત અને થાઈલેન્ડ વચ્ચે વહેંચાયેલા સાંસ્કૃતિક અને સભ્યતા સંબંધોને સુંદર રીતે પ્રદર્શિત કરે છે. રામાયણ ખરેખર એશિયાના ઘણા ભાગોમાં હૃદય અને પરંપરાઓને જોડે છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button