PM Modi Ukraine Visit: ઝેલેન્સકીના ખભા પર હાથ મૂકીને વાત કરતા જોવા મળ્યા પીએમ મોદી
કિવ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસની મુલાકાત બાદ યુક્રેનની(PM Modi Ukraine Visit) મુલાકાતે છે. તેઓ સ્પેશિયલ રેલ ફોર્સ વન દ્વારા કિવ પહોંચ્યા છે. લગભગ દસ કલાકની ટ્રેનની મુસાફરી પછી તે કિવ પહોંચ્યા હતા. પીએમ મોદી અહી સાત કલાક રોકાશે. કિવ પહોંચીને તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા.
રાષ્ટ્રપતિ ભવનમાં ઝેલેન્સ્કીએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ. પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ખભા પર હાથ મૂકીને વાત કરતા જોવા મળ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓ પીએમ મોદીની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત
કિવ પહોંચતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કિવ પહોંચીને તેઓ ભારતીયોને મળ્યા. તેઓ 200 ભારતીયોને મળ્યા હતા. તેમજ અનેક શહેરોમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પણ અહીં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ પીએમ મોદીની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા.
પીએમ મોદી કિવમાં ગાંધી સ્મૃતિ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિવના AV ફોમિન બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા. આ પ્રતિમા 2020માં મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ પર સ્થાપિત કરવામાં આવી હતી.
પીએમ મોદી યુક્રેન નેશનલ મ્યુઝિયમની મુલાકાત લેશે
વડાપ્રધાન મોદી આ દરમિયાન યુક્રેન નેશનલ મ્યુઝિયમની પણ મુલાકાત લેશે. આ મ્યુઝિયમમાં 20મી અને 21મી સદીના સૌથી મોટા લશ્કરી સંઘર્ષોના દસ્તાવેજો અને કલાકૃતિઓ છે. આ મ્યુઝિયમ યુક્રેનિયન લોકોની સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખના સંઘર્ષને વર્ણવે છે.
Also Read –