
નવી દિલ્હીઃ દેશમાં કુદરતી આફતોને કારણે મોટી જાનહાનિ અંગે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમમાં દુખ વ્યક્ત કર્યું હતું. દર મહિનાના રેડિયો પર (125મા કાર્યક્રમ)ના મન્થલી કાર્યક્રમને સંબોધતા વડા પ્રધાન મોદીએ અમેરિકા તરફથી લગાવવામાં આવેલા દેશવાસીઓને ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર આપ્યો હતો. ટેરિફનો ઉલ્લેખ કર્યા વિના દેશવાસીઓને એની સામે લડવા માટે ‘આત્મનિર્ભરતા’ને હથિયાર બનાવવાની ભલામણ કરી હતી.
તમારી તમામ જરુરિયાતો સ્વદેશી
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં અત્યારે ગણેશ ઉત્સવની ધૂમ છે. આગામી દિવસોમાં પણ તહેવારોની રોનકમાં વધારો થશે, ત્યારે આ તહેવારોમાં ખાસ કરીને ‘સ્વદેશી’ને ક્યારેય ભૂલતા નહીં. ભેટ-સોગાદ પણ એવી જ ખરીદશો, જે ભારતમાં બની હોય, પહેરવાનું પણ એવી વસ્તુઓ રાખજો જે ભારતમાં બની હોય, જ્યારે સજાવટ માટેનો સામાન પર પણ ભારતમાં નિર્માણ કર્યો હોય એવી જ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખજો.
આ પણ વાંચો: પીએમ મોદીએ મનકી બાત કાર્યક્રમમાં કર્યો ભારતની અંતરીક્ષમાં સફળતાનો ઉલ્લેખ
એક વાત યાદ રાખો ‘વિકસિત ભારત’
જીવનની દરેક જરુરિયાત હવે તમામ સ્વદેશી હોય. આ મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે ગૌરવપૂર્વક કહો આ સ્વદેશી છે, ગૌરવપૂર્વક કહો આ સ્વદેશી. આ વાતને લઈને આગળ વધો. એક જ મંત્ર અપનાવો વોકલ ફોર લોકલ, એક જ રસ્તો આત્મનિર્ભર ભારત, એક જ લક્ષ્યાંક વિકસિત ભારત.
તહેવારોમાં ખાસ સ્વચ્છતા રાખજો
તહેવારોના દિવસોમાં પણ ખાસ કરીને સ્વચ્છતા જાળવવાનો પણ આગ્રહ કર્યો હતો. પીએમ મોદીએ સ્વચ્છતા પર ભાર મૂકતા કહ્યું હતું કે જ્યાં સ્વચ્છતા છે, ત્યાં તહેવારોનો આનંદ લઈ શકાય છે. મન કી બાતમાં મને મોટી સંખ્યામાં તમારા સંદેશા મોકલતા રહેવા જણાવ્યું હતું. તમારી તમામ ભલામણો આ કાર્યક્રમ માટે મહત્ત્વની છે. તમારો પ્રતિભાવ પણ મારા સુધી પહોંચાડતા રહો એવું જણાવીને સૌનો આભાર માન્યો હતો.