પીએમ મોદીએ ડેરા સચખંડ બલ્લાનની મુલાકાત લીધી, આદમપુર એરપોર્ટનું નામ શ્રી ગુરુ રવિદાસ એરપોર્ટ રાખ્યું

જાલંધર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જાલંધરમાં રવિદાસિયા સમુદાયના સૌથી મોટા ધાર્મિક સ્થળ ડેરા સચખંડ બલ્લાનની મુલાકાત લીધી હતી. તેમજ તેમણે કહ્યું કે મારો સંબંધ ગુરુ રવિદાસજીના જન્મસ્થળ કાશી સાથે છે.
પીએમ મોદીએ સંત નિરંજન દાસના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ આદમપુર એરપોર્ટનું નામ બદલીને શ્રી ગુરુ રવિદાસ એરપોર્ટ રાખ્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ લુધિયાણાના હલવારા ઇન્ટરનેશનલ એરપોર્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું.
પીએમ મોદીએ સંત રવિદાસ જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
પીએમ મોદીએ સંત રવિદાસ જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તેમજ કહ્યું હતું કે કરુણા અને ન્યાય પર તેમના વિચાર સરકારની કલ્યાણકારી યોજનાનો મૂળ આધાર છે. વડાપ્રધાને એકસ પર એક પોસ્ટમાં કહ્યું કે માનવતાના અનન્ય ઉપાસક મહાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજ તેમની જન્મ જયંતી પર કોટિ-કોટિ નમન.
આપણ વાચો: પીએમ નરેન્દ્ર મોદી કયો ફોન વાપરે છે? ફોનના ફીચર્સ જાણીને ચોંકી ઉઠશો…
સંત રવિદાસની સેવા કરવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો
પીએમ મોદીએ 33 મિનિટ સુધી આ કાર્યક્રમને સંબોધિત કર્યો. તેમણે પંજાબીમાં કહ્યું, “હું પંજાબની ભૂમિને નમન કરું છું.” તેમણે ઉમેર્યું કે તેમનો સંબંધ ગુરુ રવિદાસજીના જન્મસ્થળ કાશી સાથે છે. આ દરમિયાન પીએમ મોદીએ રવિદાસના શબ્દોમાંથી ત્રણ શ્લોકો વાંચ્યા. તેમણે કાશી (વારાણસી), મધ્યપ્રદેશ અને પંજાબમાં સંત રવિદાસની સેવા કરવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો.
ગુરુ રવિદાસજીએ સમાજને એક કર્યો
પીએમ મોદીએ કહ્યું કે ગુરુ રવિદાસજીએ સમાજને એક કર્યો. તેમણે કહ્યું કે ભાજપ સરકારે સંત નિરંજન દાસનું સન્માન કર્યું છે. જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે નોંધ્યું કે સંત રવિદાસના જન્મને છ સદીઓ વીતી ગઈ છે.



