નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે 17મી સપ્ટેમ્બરના રોજ પીએમ વિશ્વકર્મા યોજનાનો પ્રારંભ થનાર છે. આ યોજના હેઠળ પારંપરિક કારીગરો અને હસ્તકલામાં નિપૂણ કારીગરોની ઓળખ અને સંપૂર્ણ મદદ કરવામાં આવશે. ઉપરાંત એમના ઉત્પાદનની ગુણવત્તા, નિર્માણ અને વેચાણ વધારવા અને એમણે MSME ની ઇકોનોમિક ચેન માં સમાવી લેવું એ આ યોજનાનો મુખ્ય હેતુ છે.
વડા પ્રધાન વિશ્વકર્મા યોજના અંતર્ગત સરકારે 18 પારંપારિક વ્યવસાયોનો સમાવેશ કર્યો છે. મત્સ્ય ઉદ્યોગ માટે જાળા બનાવનાર દરજી, ધોબી, ફૂલોના હાર બનાવનાર, હજામ, પારંપારિક ઢીંગલી અને રમકડાં બનાવનાર, ટોપલી, ચટાઈ, સાવરણી બનાવનાર, કાથાની વસ્તુ બનાવનાર, કુંભાર, મોચી, શિલ્પકાર, પત્થર તોડનાર, સોની, તાળું, હથોડી અને ટૂલકિટ બનાવનાર, લુહાર, સુથાર, હોડી બનાવનાર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
લઘુ ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગના વિકાસમાં હોડી બનાવનારની મહત્વનો ફાળો હોવાથી તેઓ મત્સ્ય ઉદ્યોગનું કામકાજ વ્યવસ્થિત રીતે પાર પડે તે માટે કામ કરે છે. સૂક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યોગ મંત્રાલય એ વડા પ્રધાન અને વિશ્વકર્મા યોજનાનું નોડલ મંત્રાલય છે.
આ યોજનાનો યોગ્ય પ્રચાર થાય તે માટે આજે દેશમાં લગભગ 70 સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પારંપારિક કામગીરી કરનારા કલાકારોને વિશ્વકર્મા કહેવામાં આવે છે. ત્યારે પીએમ વિશ્વકર્મા યોજના આવા કલાકારો માટેની એક દુરદૃષ્ટી અને ઉમદા યોજના છે.