નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે અને તેમના પ્રવાસ કાર્યક્રમને અંતિમ સ્વરૂપ પણ આપી દેવામાં આવ્યું છે. પીએમ મોદી ફેબ્રુઆરીમાં જ અમેરિકાના બે દિવસના પ્રવાસે જશે અને 13મી અને ૧૪મી ફેબ્રુઆરી ત્યાં રહેશે. ટ્રમ્પે સત્તા ગ્રહણ કર્યા બાદ બંને નેતાએ વચ્ચે આ પહેલી દ્વિપક્ષીય મંત્રણા હશે.
Also read : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડધમ શાંત, અરવિંદ કેજરીવાલે કર્યો આટલી બેઠકોનો દાવો
પીએમ મોદી ફ્રાન્સની મુલાકાત પણ લેશેઃ-
એમ પણ જાણવા મળ્યું છે કે અમેરિકાના પ્રવાસ પહેલા તેઓ 12મી ફેબ્રુઆરીએ ફ્રાન્સમાં યોજાનારી કોન્ફરન્સમાં ભાગ લેશે અને ફ્રાન્સ થી જ તેઓ અમેરિકા જશે. આ કોન્ફરન્સ એઆઇ આધારિત છે. જો કે, તેમનો આ કાર્યક્રમ હજી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે વડાપ્રધાન મોદી 10 અને 11 ફેબ્રુઆરીએ ફ્રાન્સમાં રહેશે અને તેઓ ગ્રાન્ડ પેલેસ ખાતેના શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.
મોદી વચ્ચે શું ચર્ચાઓ થશેઃ-
એવા સંકેત મળી રહ્યા છે કે ટ્રમ્પ અને મોદી 13 મી ફેબ્રુઆરીએ અમેરિકામાં મુલાકાત કરી શકે છે. આ સમય દરમિયાન ટ્રમ્પ પીએમ મોદી માટે રાત્રી ભોજનનિં પણ આયોજન કરશે. આ પછી યોજનારી બેઠકમાં અમેરિકા અને ભારત વચ્ચે સંરક્ષણ જોધા અને પ્રાદેશિક સહયોગના મુદ્દા પર ચર્ચા થશે ઇન્ડો પેસિફિક મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. ટ્રમ્પે USAID બંધ કરવાનો સંકેત આપ્યો છે. જો ટ્રમ્પ વહીવટી તંત્ર આમ કરશે તો તેની ભારત પર ઓછામાં ઓછી અસર પડશે. આ મુદ્દે બંને દેશ વચ્ચે વાતચીત પણ થઈ શકે છે.
એવી પણ અપેક્ષા છે કે પીએમ મોદી અમેરિકન કોર્પોરેટ નેતાઓ અને સમુદાયને પણ મળશે. કેનેડા મેક્સિકન અને ચીન પરના ટેરિફને ધ્યાનમાં રાખીને ભારત અમેરિકાના વેપાર વિશે વાતચીત હવે ઘણી જરૂરી બની ગઈ છે. તેથી બંને રાષ્ટ્રના વડાઓ ટેરિફ વિશે પણ ચર્ચા કરી શકે છે આ ઉપરાંત બંને દેશો વચ્ચે ગેરકાયદેસર ઇમિગ્રેશનના મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે અને બંને જણ આ મુદ્દાનો મજબૂત ઉકેલ શોધવાનો પ્રયાસ કરી શકે છે.
Also read : મારા અમેરિકાના પ્રવાસ મુદ્દે રાહુલ ગાંધી જાણી જોઈને ખોટું બોલ્યાઃ વિદેશ પ્રધાને આપી પ્રતિક્રિયા
USAID શું છે ?
USAID એટલે યુનાઇટેડ સ્ટેટ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ. તેણે 70 વર્ષ પહેલાથી ભારતમાં કામ કરવાનુ ંશરૂ કર્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સલાહકાર અને ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી (DOGE)ના અધ્યક્ષ એલોન મસ્કે સોમવારે જાહેરાત કરી હતી કે ટ્રમ્પ USAID કાર્યક્રમ બંધ કરવા માટે સંમત થયા છે. જોકે, ભારતના આર્થિક વિકાસ પર તેની બહુ જ ઓછી અસર પડશે USAID સંસ્થા સંઘર્ષથી પ્રભાવિત અન્ય દેશોને માનવતાવાદી સહાય પૂરી પાડે છે અને વિકાસતા દેશોને વિવિધ રીતે મદદ કરે છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન યુએસ દ્વારા ભારતને 140 મિલિયન ડોલર મળવાના હતા જે ભારતના કુલ 600 બિલિયનથી વધુના બજેટને ધ્યાનમાં લેતા ખૂબ જ નજીવી રકમ છે. દરમ્યાન નવી દિલ્હી અને અન્યત્ર યુએસ એમ્બસીની વેબસાઈટ પર USAID સંબંધિત તમામ દસ્તાવેજો દૂર કરવામાં આવ્યા છે, તેથી પીએમ મોદી આ મુદ્દા પર પણ અમેરિકા સાથે વાત કરી શકે છે.