નેશનલ

ષડયંત્ર રચી રહ્યું છે I.N.D.I.A ગઠબંધન, જાણો ઉત્તર પ્રદેશમાં PM Modi શું બોલ્યા

લોકસભાની ચૂંટણીના સાતમો તબક્કો બાકી છે અને તેના માટે બધી પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણલોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કાના પ્રચાર માટે ઉત્તર પ્રદેશના ઘોસી પહોંચ્યા હતા. અહીં તેમણે I.N.D.I.A ગઠબંધન પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે I.N.D.I.A ગઠબંધન ઈચ્છે છે કે તમામ જ્ઞાતિઓ એકબીજામાં લડે… રાજપૂત, બ્રાહ્મણ, રાજભર, દલિત, કાયસ્થ બધા એકબીજા સાથે લડીને નબળા પડવા જોઈએ. તમે વિચારી રહ્યા હશો કે I.N.D.I.A ગઠબંધનનો શું ફાયદો થશે? જ્યારે સમાજના લોકો એક નહીં હોય, જાતિઓ એકબીજા સાથે લડતી રહેશે ત્યારે તેમનું ધ્યાન વાસ્તવિક મુદ્દાઓ પરથી હટી જશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે પૂર્વાંચલ છેલ્લા 10 વર્ષથી દેશના પીએમને ચૂંટે છે અને પૂર્વાંચલ છેલ્લા 7 વર્ષથી યુપીના સીએમને ચૂંટે છે, તેથી પૂર્વાંચલ સૌથી ખાસ છે, પણ સમાજવાદી પાર્ટી ષડયંત્ર હેઠળ ઘોસી, બલિયા અને સલેમપુર પછાત જ રહ્યા છે, પરંતુ માફિયાઓ માટે આંસુ વહાવનારાઓને હવે પગ મુકવા દેવામાં આવશે નહીં.


I.N.D.I.A ગઠબંધન પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ દેશ સામે ત્રણ ષડયંત્ર રચી રહ્યા છે. ભારતના બંધારણમાં ફેરફાર કરીને તેઓ ધર્મના આધારે આરક્ષણ આપવાનો એજન્ડા ચલાવવા માગે છે. SC, ST અને OBC માટે અનામત નાબૂદ કરવાનો તેમનો ઇરાદો છે અને મુસ્લિમોને ધર્મના આધારે સંપૂર્ણ અનામત આપવાની યોજના છે.

આ પણ વાંચો : PM Modiની બાયોપિકનું નામ સાંભળી કટપ્પાને ગુસ્સો કેમ આવ્યો?

પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે I.N.D.I.A ગઠબંધનના નેતાઓ મંદિરોમાં દર્શન કરવા જવાનો ડોળ કરે છ, પણ 500 વર્ષ પછી જ્યારે રામ મંદિરમાં દર્શન કરવાની અમૂલ્ય ઘડી આવી ત્યારે તેમણે એમાં ખામીઓ શોધવા માંડી. તેઓ રામ મંદિરના નિર્માણથી ઘણા જ નારાજ છે. આ લોકો સતત દબાણ કરી રહ્યા છે કે જે રીતે શાહબાનોના નિર્ણયને પલટાવવામાં આવ્યો હતો, તેવી જ રીતે રામ મંદિર અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ રદ કરવામાં આવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button