પીએમ મોદીએ ગોવામાં ભગવાન શ્રીરામની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

પણજી : દક્ષિણ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભગવાન રામની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. 77 ફૂટ ઉંચી આ પ્રતિમાને પ્રખ્યાત શિલ્પકાર રામ સુતારે કાંસાથી બનાવી છે. રામ સુતારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન તૈયાર કરી છે.
ગોકર્ણ જીવોત્તમ મઠની 550 વર્ષની પરંપરા
પીએમ મોદીએ ગોવામાં અનાવરણ સમારોહ દરમિયાન એક સભાને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર પર પવિત્ર ધ્વજ ફરકાવ્યાના થોડા દિવસો બાદ ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી તે ખુશીની બાબત છે.
પીએમ મોદીએ શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠની 550 વર્ષની પરંપરા વિશે વાત કરતા કહ્યું કે આ સંસ્થાએ અનેક ચક્રવાતો અને પડકારોનો સામનો કર્યો છે તે જાણીને ખૂબ ગર્વ થાય છે.
આપણ વાચો: ‘INS વિક્રાંત ભારતની શક્તિનું પ્રતિક…’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના જવાનો સાથે દિવાળી ઉજવી
ભગવાન શ્રી રામની પ્રતિમાની વિશેષતા
ગોવાના પોર્ટુગીઝ વિસ્તારમાં સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ છે. ત્યાં જ ભગવાન શ્રી રામની 77 ફૂટ ઊંચી પ્રતિમા સ્થપવામાં આવી છે. જે વિશ્વની સૌથી પ્રતિમા છે. જેને શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવી હતી. જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન પણ કરી હતી. કાંસાની પ્રતિમા 77 ફૂટ ઊંચી છે.

મઠના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને વધુ વધારશે
આ પ્રસંગે, ગોવાના જાહેર બાંધકામ વિભાગના મંત્રી દિગંબર કામતે જણાવ્યું હતું કે આ નવી પ્રતિમા વિશ્વની ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમા હશે, જે મઠના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને વધુ વધારશે. આજનો આ મઠનો કાર્યક્રમ તાજેતરના વર્ષોમાં મઠમાં યોજાયેલા સૌથી મોટા કાર્યક્રમોમાંનો એક છે.



