પીએમ મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી, બાળકોને આપી આ ભેટ
મુસાફરી દરમિયાન એક પ્રવાસીએ સંસ્કૃતમાં આપી શુભકામના
નવી દિલ્હી: 17મી સપ્ટેમ્બરના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે ભારત સહિત દુનિયાભરમાંથી મોદીને લોકોએ શુભેચ્છાઓ આપી હતી, જેમાં દિલ્હી ખાતે અનેક યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. 73મા જન્મદિવસે પીએમ મોદીએ આજે દિલ્હી મેટ્રોમાં પણ મુસાફરી કરીને આમ આદમી સહિત બાળકોને ચોકલેટની ભેટ આપી હતી. પીએમ મોદીએ દિલ્હી મેટ્રોમાં એક સામાન્ય પ્રવાસીની માફક મુસાફરી દરમિયાન મેટ્રોના અનેક પ્રવાસીઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા આપી હતી, જ્યારે એક પ્રવાસીએ તો સંસ્કૃત ભાષામાં શુભકામના આપી હતી.
#WATCH | A traveller in Delhi Metro wishes Prime Minister Narendra Modi in the Sanskrit language on his 73rd birthday. pic.twitter.com/7inQ7Pt4Th
— ANI (@ANI) September 17, 2023
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દ્વારકા સેક્ટર 21થી નવા મેટ્રો સ્ટેશન યશોભૂમિ દ્વારકા સેક્ટર 25 સુધી દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનના વિસ્તારનું ઉદ્ઘાટન કર્યા પહેલા મેટ્રોમાં પ્રવાસ કરતી વખતે પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ મેટ્રોમાં બાળકોની સાથે મુસાફરી કરી હતી. બાળકોની સાથે વાતચીત કરતી વખતે તેમને ચોકલેટ પણ આપી હતી અને સેલ્ફી પણ લીધી હતી.
વડા પ્રધાને મેટ્રો એક્સટેન્શનના ઉદ્ઘાટન પહેલા દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી હતી અને ઉદ્ઘાટન બાદ દિલ્હી મેટ્રોના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. વિશ્વકર્મા જયંતિના અવસરે વડા પ્રધાને ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શનમાં નવી સ્કીમ ‘PM વિશ્વકર્મા’ લોન્ચ કરી હતી અને એક્સ્પો સેન્ટર દ્વારકા ખાતે પ્રયાણ કરતા પહેલા ભગવાન વિશ્વકર્માને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા વડા પ્રધાને વિશ્વકર્મા જયંતિ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉના ટવિટર) પરની પોસ્ટમાં વડા પ્રધાન મોદીએ લખ્યું હતું કે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ પર તમારા પરિવારના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. આ પ્રસંગે હું એવા તમામ કારીગરો અને સર્જકોને હૃદયપૂર્વક વંદન કરું છું જેઓ તેમના સમર્પણ, પ્રતિભા અને સખત પરિશ્રમથી સમાજમાં નવીનતાને આગળ લઈ રહ્યા છે.