ટોપ ન્યૂઝનેશનલ

PM મોદી આવતીકાલે અયોધ્યાની મુલાકાત લેશેઃ અયોધ્યા કિલ્લામાં ફેરાવાયું

લખનૌઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આવતીકાલે શનિવારના અયોધ્યા મુલાકાત લેશે, જ્યારે સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડસ(એનએસજી)ના કમાન્ડોની ચાર ટીમો સાથે ૫૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે.

વડા પ્રધાનનું વિમાન સવારે ૧૦-૪૫ વાગ્યે અયોધ્યા એરપોર્ટે પહોંચશે અને બપોરે લગભગ ૨-૧૫ વાગ્યે નવી દિલ્હી માટે રવાના થશે. સીપીએમએફની છ કંપની મંદિરના નગરમાં પહોંચી ગઇ છે. ડીજીપી હેડક્વાર્ટરના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આજે ૨૦૦૦ જેટલા પોલીસ કોન્સ્ટેબલ જિલ્લામાં પહોંચશે, જ્યારે પીએસીની ૧૪ કંપની જિલ્લામાં તહેનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત ૧૭ પોલીસ અધિક્ષક, ૪૦ અધિક એસપી અને ૮૨ સર્કલ અધિકારીઓ સાથે ૯૦ ઇન્સ્પેક્ટર તૈનાત કરવામાં આવશે. ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસની એક અલગ ટીમ તૈનાત કરવામાં આવશે. જેમાં ૭૫ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

એસએસપી રાજ કરણ નય્યરના જણાવ્યા અનુસાર ૩ સુપર ઝોન અને ૧૪ ઝોન રચવામાં આવશે. જે તમામ ડીઆઇજી રેન્કના અધિકારીઓના નેતૃત્વમાં હશે. અધિકારીએ જણાવ્યું કે, અમે નદીની સુરક્ષા માટે એસડીઆરએફ અને પીએસીની અલગ સુરક્ષા પાંખ મૂકી છે. તેમજ તકેદારી રાખવા માટે એઆઇ આધારિત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.

અહીં એ જણાવવાનું કે અયોધ્યામાં રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. 22 જાન્યુઆરી 2024ના મંદિરના ગર્ભગૃહમાં રામ લલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. મંદિરના અભિષેક અને ઉદ્ઘાટન માટે એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે જેમાં PM નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સહિત 7000 મહાનુભાવ હાજરી આપશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button