PM Modi આવતીકાલે ગ્લોબલ ટેક્સ્ટાઇલ ફેર ભારત ટેક્સ 2025ને સંબોધિત કરશે
![After the success of the Coldplay Concert, PM Modi said that there is a lot of scope for the 'concert economy' in the country...](/wp-content/uploads/2025/01/pm-modi-5.webp)
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્લોબલ ટેક્સ્ટાઇલ ફેર ‘ભારત ટેક્સ ૨૦૨૫’ને સંબોધિત કરશે, આ મેળાનો ઉદ્દેશ્ય સમગ્ર ઉદ્યોગ મૂલ્ય શૃંખલાને એકસાથે લાવવાનો છે. વડા પ્રધાન કાર્યાલય(પીએમઓ)ના જણાવ્યા અનુસાર ૧૪થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ‘મેગા ગ્લોબલ કાર્યક્રમ’, કાચા માલથી લઇને તૈયાર ઉત્પાદનો અને એસેસરીઝ સહિત સમગ્ર કાપડ મૂલ્ય શૃંખલાને એક છત નીચે એક સાથે લાવે છે. ભારત ટેક્સ એ કાપડ ઉદ્યોગનો સૌથી મોટો અને સૌથી વિશાળ કાર્યક્રમ છે, જેમાં બે સ્થળોએ ફેલાયેલો મેગા એકસ્પો સામેલ છે અને સમગ્ર કાપડ ઇકોસિસ્ટમનું પ્રદર્શન કરે છે.
આ કાર્યક્રમમાં ૭૦થી વધુ કોન્ફરન્સ સત્રો, રાઉન્ડ ટેબલ, પેનલ ચર્ચાઓ અને માસ્ટર ક્લાસ સાથે વૈશ્વિક સ્તરની કોન્ફરન્સનો પણ સમાવેશ થાય છે. પીએમઓએ જણાવ્યું કે ભારત ટેક્સ ૨૦૨૫માં નીતિ નિર્માતાઓ અને વૈશ્વિક સીઇઓ, ૫૦૦૦થી વધુ પ્રદર્શકો, ૧૨૦થી વધુ દેશોના ૬૦૦૦ આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને અન્ય મુલાકાતીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
Also read: નરેન્દ્ર મોદીની હત્યાનો ધમકીભર્યો કૉલ કરનારી મહિલા માનસિક અસ્વસ્થ
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરર્સ(આઇટીએમએફ), ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી(આઇસીએસી), યુરેટેક્સ, ટેક્સટાઇલ એક્સચેન્જ અને યુએસ ફેશન ઇન્ડસ્ટ્રી એસોસિએશન(યુએસએફઆઇએ) સહિત વિશ્વભરની ૨૫થી વધુ અગ્રણી વૈશ્વિક ટેક્સટાઇલ સંસ્થાઓ અને સંગઠનો પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.