
આઈઝોલ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મિઝોરમના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી મિઝોરમની રાજધાની આઈઝોલમાં 9000 કરોડ રૂપિયાથી વધુના નવા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
જેમાં બૈરાબી-સૈરાંગ નવી રેલ લાઇન પ્રોજેકટમાં કુતુબ મિનારથી પણ ઉંચા રેલવે બ્રિજનું લોકાર્પણ મહત્વનું છે. જે રાજધાની મિઝોરમને પ્રથમ વખત ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડશે.

રેલવે બ્રિજ કુતુબ મિનારથી પણ ઉંચો
આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ખુબ જ જટિલ હતો. મિઝોરમને જોડતા આ બ્રિજ માટે ખુબ મહેનત કરવી પડી છે. જે રીતે કાશ્મીરમાં ચેનાબ બ્રિજ એફીલ ટાવરથી ઉંચો છે.
તેવી જ રીતે આ રેલવે બ્રિજ કુતુબ મિનારથી પણ ઉંચો છે. આ રેલવે લાઈન યોજનામાં જટિલ ભૌગોલિક પરિસ્થિતિમાં 45 ટનલ બનાવવામાં આવી છે. આ ઉપરાંત આ લાઈન પર 55 મોટા પુલ અને 88 નાના પુલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.
લોકોને સુરક્ષિત અને સરળ મુસાફરીનો લાભ મળશે
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, મિઝોરમ દેશના બાકી હિસ્સા સાથે જોડાતા લોકોને સુરક્ષિત અને સરળ મુસાફરીનો લાભ મળશે. તેમજ અન્ય પુરવઠાના વહન માટે ફાયદારૂપ બનશે. તેમજ રેલવે પણ આ ક્ષેત્રમાં પહોંચી શકશે.
ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનોનું પણ લોકાર્પણ કરશે
આ ઉપરાંત આજે પીએમ મોદી ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનો, સૈરંગ (આઈઝોલ)-દિલ્હી (આનંદ વિહાર ટર્મિનલ) રાજધાની એક્સપ્રેસ, સૈરંગ-ગુવાહાટી એક્સપ્રેસ અને સૈરંગ-કોલકાતા એક્સપ્રેસને ટ્રેનને પણ લીલીઝંડી બતાવશે.
ઐઝોલ હવે રાજધાની એક્સપ્રેસ દ્વારા સીધી દિલ્હી સાથે જોડાશે. સૈરંગ-ગુવાહાટી એક્સપ્રેસ મિઝોરમ અને આસામ વચ્ચે અવરજવરને સરળ બનાવશે. જયારે સૈરંગ-કોલકાતા એક્સપ્રેસ મિઝોરમને સીધા કોલકાતા સાથે જોડશે.
આ પણ વાંચો…‘સુપરફાસ્ટ ટ્રેન’ બની ‘નમો ભારત’: ‘તુફાની સ્પીડ’ જાણશો તો ચોંકી જશો!