વડા પ્રધાન મોદી એક સાથે 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે, આ રાજ્યોને જોડશે
નવી દિલ્હી: મોદી સરકાર આધુનિક વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express train)થી દેશના મહત્વના શહેરોને જોડવાની યોજના સતત આગળ વધારી રહી છે. લોકો પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની આરામદાયક અને સુવિધાપૂર્ણ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે, જેને કારણે રેલ્વે મંત્રાલય (Railway Ministry) વંદે ભારત ટ્રેન સંખ્યામાં સતત વધારો કરી રહ્યું છે. એવામાં સરકાર 10 નવી વંદે ભારત ટ્રેનો વડે દેશના ઘણા શહેરોને જોડવાની તૈયારીઓ કરી રહ્યું છે. 15 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન મોદી આ ટ્રેનો લીલી ઝંડી બતાવે તેવી શક્યતા છે.
હાલમાં દેશમાં 55 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન કાર્યરત છે, જે પૂર્વોત્તર રાજ્યો સિવાય લગભગ રાજ્યોનાને જોડે છે. આમાંની ઘણી ટ્રેનોનો ઓક્યુપન્સી રેટ 100 ટકા નોંધાઈ રહ્યો છે. માંગ વધવાની સાથે નવા રૂટ પર ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. રેલવે મંત્રાલયે 10 મુખ્ય રૂટ પર વંદે ભારત ચલાવવા માટે તૈયારી પૂરી કરી લીધી છે.
એક અહેવાલ મુજબ દેવઘરથી વારાણસી, ટાટા નગરથી પટના, ટાટાનગરથી બહાવલપુર, ભાગલપુરથી હાવડા, આગ્રાથી વારાણસી સહિત દક્ષિણ ભારતના ઘણા શહેરો વચ્ચેના રૂટ પર વંદે ભારત દોડાવવામાં આવે લગભગ નિશ્ચિત છે.
રેલવે માત્રલાયે ઉદ્ઘાટન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. માત્ર વડા પ્રધાન કાર્યાલય(PMO)ની મંજૂરીની રાહ જોવાઈ રહી છે નવી વંદે ભારત ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, બેંગલુરુ અને કર્ણાટકને જોડાશે.
વંદે ભારત સ્લીપર અને વંદે મેટ્રો પણ ટૂંક સમયમાં શરુ થશે:
વર્તમાન વંદે ભારત એક્સપ્રેસ સિવાય, વંદે ભારતની બે નવી શ્રેણીઓ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. વંદે ભારત સ્લીપર અને વંદે ભારત મેટ્રો લોકો માટે ટૂંક સમયમાં ચાલુ થાય એવી આશા છે. બંને ટ્રેનોની ઇન્ટીરીઅર ડિઝાઈન હાલની ટ્રેનોથી તદ્દન અલગ હશે. બંને ટ્રેનોની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. દિવાળી સુધીમાં તેમનું ઉદ્ઘાટન થાય તેવી શક્યતા છે.