નેશનલ

…તો બંગડીઓ પહેરાવી દઈશુંઃ પીએમ મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન

મુઝફ્ફરપુરઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કાના પ્રચાર અર્થે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના મુઝ્ફ્ફરપુર પહોંચ્યા હતા. જનતાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કોંગ્રેસની આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધન પર નિશાન તાક્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધનના નેતાઓ કેવા કેવા પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. નેતાઓ કહે છે કે પાકિસ્તાને બંગડીઓ પહેરી નથી…જો બંગડીઓ પહેરી નહીં હોય તો પહેરાવી દઈશું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાકિસ્તાનની પાસે લોટ નથી, વીજળી નથી. પણ અમને એ ખબર નહોતી કે તેમની પાસે બંગડીઓ પણ નથી. વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું હતું કે લેફ્ટવાળા ભારતના પરમાણુ હથિયારો ખતમ કરવા ઈચ્છે છે. I.N.D.I.A. ગઠબંધનવાળા ભારતની વિરુદ્ધ કોઈની પાસેથી સુપારી લીધી છે. આવા લોકો ભારતની સુરક્ષા માટે શું કડક નિર્ણયો લઈ શકશે? આવા પક્ષો દેશને શું મજબૂત બનાવી શકે છે? તેઓ મજબૂર બનાવીને છોડી દેશે.


પૂર્વ ભારતના રાજ્યોને લઈ પીએમ મોદીએ જણાવ્યું હતું કે મોદી પૂર્વ ભારતના રાજ્ય (બિહાર, ઝારંખડ, બંગાળ, ઓડિશા)ને વિકસિત ભારતના વિકાસનું એન્જિન માને છે. તેથી હું ખાસ કરીને વિકસિત બિહાર, વિકસિત ભારતના મંત્ર પર કામ કરી રહ્યા છે.


પીએમ મોદીએ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે હવે આવી પાર્ટીઓ અને એમના નેતાઓને રાતમાં પાકિસ્તાનના પરમાણુ બોમ્બ જોઈ રહ્યા છે, ત્યારે આવા લોકોના હાથમાં શું દેશ આપી શકો છો એવો સવાલ પણ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કોઈ મુંબઈ હુમલાના ક્લિનચિટ આપી રહ્યા છે, કોઈ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ કરી રહ્યા છે. આ લેફ્ટવાળા દેશના પરમાણુ હથિયારો ખતમ કરવા ઈચ્છે છે. આવા લોકો રાષ્ટ્ર સુરક્ષા માટે શું કડક પગલા લઈ શકશે એવો પણ મોદીએ લોકોને કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button