રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામેશ્વરમ સમુદ્ર કિનારે PM મોદીએ લગાવી ડૂબકી, જુઓ Video | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રામેશ્વરમ સમુદ્ર કિનારે PM મોદીએ લગાવી ડૂબકી, જુઓ Video

રામેશ્વરમ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તમિલનાડુના રામેશ્વરમમાં શ્રી અરુલમિગુ રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી (PM Narendra Modi Tamilnadu Visit). PM મોદીએ પૂજા અર્ચના કરતા પહેલા સમુદ્રમાં પવિત્ર સ્નાન પણ કર્યું હતું. તેમજ પીએમ મોદીએ મંદિરમાં આયોજિત ‘શ્રી રામાયણ પારાયણ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે મંદિરના પૂજારીઓ દ્વારા પીએમ મોદીને પરંપરાગત સન્માન આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે પીએમ મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં મુખ્ય અતિથિ હશે.

PM મોદીએ ‘અગ્નિતીર્થ’ બીચ પર સમુદ્રમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન પીએમ મોદી રૂદ્રાક્ષની માળા પર પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા. આ પછી તેણે તમિલનાડુના આ પ્રાચીન શિવ મંદિરમાં પૂજા કરી હતી.

તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં રામેશ્વરમ ખાતે આવેલું શિવ મંદિર રામાયણ કાળનું છે. એવું કહેવાય છે કે અહીં હાજર શિવલિંગ ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેની પૂજા ભગવાન રામ અને માતા સીતા દ્વારા કરવામાં આવી હતી.

તિરુચિરાપલ્લી જિલ્લાના શ્રીરંગનાથ સ્વામી મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા અહીં પહોંચ્યા હતા. જ્યાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

Back to top button