નેશનલ

પીએમ મોદીએ એકાએક પોતાના કાફલાને અટકાવ્યો, જાણો કારણ?

વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત પછી આજે બપોરે બે દિવસની મુલાકાત માટે કાશી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પાર્ટીના કાર્યકર્તાઓની સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું, ત્યારબાદ પીએમ મોદીનો કાફલો જ્યારે એરપોર્ટથી શહેર તરફ જઈ રહ્યો હતો ત્યારે એક મજાનું દૃશ્ય જોવા મળ્યું હતું.

બે દિવસીય મુલાકાતે પહોંચેલા પીએમ મોદીએ ગિલટ બજાર નજીક પીએમ મોદીએ પાછળથી એક એમ્બ્યુલન્સ આવતી જોવા મળી ત્યારે એમ્બ્યુલન્સ માટે પોતાની સાથેના કારના કાફલાને બાજુમાં કરાવ્યો હતો. એકસાથે જઈ રહેલી કારના કાફલાને સાઈડમાં કરાવ્યો હતો, ત્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે પીએમ મોદીએ જે એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો, તેમાં જૌનપુરના એક દર્દીની ગંભીર હાલત હતી. વાયરલેસ પર જેવી માહિતી મળી હતી, ત્યારે પીએમ મોદીએ તાત્કાલિક એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો આપ્યો હતો. સવારે પીએમ મોદી ગુજરાતના સુરતમાં હતા. જોકે, બપોરે વડા પ્રધાન મોદી રોડ માર્ગે સીધા મિન્ટ હાઉસથી રવાના થયા હતા, ત્યારે રોડ શો કર્યો હતો, જ્યાં પીએમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો દરમિયાન પીએમ મોદીના કાફલાએ એમ્બ્યુલન્સને પહેલા જવાની જગ્યા આપી હતી, જેની લોકોએ પણ નોંધ લીધી હતી.

વડા પ્રધાન મોદી નમો ઘાટ પર આયોજિત કાશી તમિલ સંગમ કાર્યક્રમમાં સામેલ લોકોને સંબોધશે. પીએમ મોદી રાતના વિશ્રામ ગૃહમાં રોકાશે. આવતીકાલે વડા પ્રધાન મોદી ઉમરહા સ્થિત આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ સેવાપુરી વિધાનસભા સ્થિત બરકીમાં આયોજિત એક જનસભાને સંબોધશે. વડા પ્રધાન મોદી 19,154 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં રૂ. 12578.91 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને રૂ. 6575.61 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button