નેશનલ

PM મોદીએ ન્યૂ ઓર્લિયન્સમાં આતંકવાદી હુમલાની કરી આકરી નિંદા

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુએસએના ન્યુ ઓર્લિયન્સમાં “કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલા”ની સખત નિંદા કરી હતી. ન્યૂ યર સેલિબ્રેશન વખતે હાજર લોકોની ભીડ પર એક હુમલાખોરે તેમના પર ટ્રક ફેરવી દીધી હતી, જેમાં 15 લોકોના મોત અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: બંદૂકો, પાઇપ બોમ્બ, ISIS ધ્વજઃ અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સના આતંકી હુમલાખોરની ટ્રકમાંથી શું મળ્યું જાણો

નરેન્દ્ર મોદીએ આકરી ટીકા કરી
અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને એક માથાફરેલ ટ્રક ડ્રાઈવરે ટક્કર મારી અને ભીડ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. અમેરિકામાં થયેલા હુમલાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી ટીકા કરી હતી.

પીએમ મોદીએ કર્યું ટ્વીટ
પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે “અમે ન્યૂ ઓર્લિયન્સમાં આ ઘાતકી આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારા વિચારો અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. તેઓ આ દુર્ઘટનામાંથી સ્વસ્થ થઈને શક્તિ અને સાંત્વના મેળવે.”

અમેરિકામાં નવા વર્ષની શરૂઆત લોહિયાળ રહી છે. આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભીડને કચડી નાખનાર ટ્રકમાંથી આતંકી સંગઠન ISISનો ઝંડો મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં FBIએ આ હુમલાને આતંકવાદી હુમલો માનીને તપાસ શરૂ કરી છે.

અધિકારીઓનું કહેવું છે કે આ આતંકવાદી હુમલો હોઈ શકે છે. તેનું કારણ એ છે કે ભીડને કચડી નાખનાર ટ્રકમાંથી ઈસ્લામિક સ્ટેટના ઝંડા અને હથિયારો મળ્યા હતા. ડ્રાઈવરનું નામ શમસુદ્દીન જબ્બાર છે. આ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે દેશમાં ગુનેગારો ઘૂસી રહ્યા છે અને આપણે કંઈ કરી રહ્યા નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button