ટોપ ન્યૂઝનેશનલ

રમઝાન દરમિયાન ગાઝામાં બોમ્બ ધડાકા રોકવા માટે મેં….. જાણો શું બોલ્યા પીએમ મોદી

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રમઝાન મહિના દરમિયાન તેમણે ગાઝામાં બોમ્બ ધડાકા રોકવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે તેઓને મુસ્લિમો વિશે સવાલો કરીને ઘેરવામાં આવે છે, પરંતુ જ્યારે રમઝાન મહિનામાં ગાઝા પર ઈઝરાયેલની ભારે બોમ્બમારો થઈ રહ્યો હતો ત્યારે તેમણે પોતાના ખાસ દૂતને ઈઝરાયેલ મોકલ્યા હતા.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘મેં હાલમાં ગાઝામાં… તે રમઝાનનો જ મહિનો હતો… મેં મારા ખાસ દૂતને ઈઝરાયેલ મોકલ્યો હતો. મેં તેમને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને મળવા અને તેમને એમ સમજાવવા જણાવ્યું હતું કે કે રમઝાન દરમિયાન ગાઝા પર બોમ્બમારો ન કરો. અને તેમણે તેનું પાલન કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. અહીં તમે મને મુસ્લિમો વિશેના સવાલ પર કોર્નર કરો છો, પરંતુ મોદી રમઝાન મહિનામાં ગાઝામાં બોમ્બ ધડાકા રોકવાનો પ્રયાસ કરે છે…, પરંતુ હું તેનો પ્રચાર કરતો નથી કારણ કે ઘણા લોકોએ બોમ્બ ધડાકા રોકવાનો માટે પ્રયત્નો કર્યા હશે. એમ મેં પણ બોમ્બ ધડાકા રોકવાનો પ્રયાસ કર્યો, ભારતે પણ બંને વચ્ચે શાંતિ બહાલ કરવા પ્રયાસ કર્યો. આજે પણ મારો પેલેસ્ટાઈન સાથે એવો જ સંબંધ છે જેવો મારો ઈઝરાયલ સાથે છે.

પીએમ મોદીએ અગાઉની વિપક્ષી સરકારો પર બિનસાંપ્રદાયિક હોવાનો ઢોંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘પહેલા આપણી સરકારની ફેશન હતી કે ઈઝરાયલ, પેલેસ્ટાઈન જવું અને ધર્મનિરપેક્ષતાનો અભ્યાસ કરીને પાછા આવવું. મેં કહ્યું કે મારે એવું કંઈ કરવું નથી, હું સીધો ઈઝરાયલ જઈશ, સીધો પાછો આવીશ, મારે ડોળ કરવાની જરૂર નથી. અને હું ઇઝરાયલ પણ ગયો. મેં કહ્યું કે જો હું પેલેસ્ટાઈન જઈશ તો મારી મુલાકાત માત્ર પેલેસ્ટાઈનની જ રહેશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘એ પણ જાણો કે જ્યારે હું પેલેસ્ટાઈન ગયો હતો ત્યારે ચર્ચા થઈ હતી કે અમુક જગ્યાથી આગળ મારે હેલિકોપ્ટરથી મુસાફરી કરવી પડશે. જ્યારે જોર્ડનના રાષ્ટ્રપતિને ખબર પડી કે હું જોર્ડન થઈને પેલેસ્ટાઈન જઈ રહ્યો છું. (તેઓ જોર્ડનના વડાપ્રધાન મોહમ્મદ સાહેબના સીધા વારસદાર છે.) તેમણે કહ્યું કે મોદીજી, તમે આવી રીતે ન જઈ શકો, તમે મારા મહેમાન છો. તમે મારા હેલિકોપ્ટરમાં જ જશો. તમે મારા ઘરે ભોજન લીધા બાદ જ જઇ શકશો. હું તેમના ઘરે ગયો અને ત્યાં રાત્રિભોજન કર્યું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ જોર્ડનના હેલિકોપ્ટરમાં પેલેસ્ટાઈન ગયા હતા જ્યાં ઈઝરાયલ તેમને હવાઈ સુરક્ષા આપી રહ્યું હતું. તેમણે કહ્યું કે ત્રણેયની દુનિયા અલગ હતી, પરંતુ મોદી માટે બધા આકાશમાં એક સાથે હતા. તેમણે આગળ કહ્યું, ‘હું માનું છું કે આ બધું ત્યારે થાય છે જ્યારે તમારો ઇરાદો સારો હોય, લોકોને તમારામાં વિશ્વાસ હોય. હું છુપી રીતેથી અમેરિકાને પૂછીને પાણી નથી પીતો. અમેરિકાને મારે કંઈ પૂછવાનું હોતું નથી.



જો મારો દેશ રશિયા પાસેથી સસ્તું પેટ્રોલ ઈચ્છે છે, તો હું લઈશ. હું છુપાવતો નથી અને મારી શરતો પર દેશ ચલાવતો નથી. ‘ભારત પોતાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત હવે કોઈ ત્રીજા દેશને ધ્યાનમાં રાખીને કોઈ નિર્ણય લેતું નથી, પરંતુ એવા નિર્ણયો લે છે જે ભારતના લોકોના હિતમાં હોય. તેમણે કહ્યું, ‘અમે કોઈપણ ત્રીજા પક્ષના આધારે અમારો નિર્ણય નહીં લઈએ. અમે આપણા દેશ માટે નક્કી કરીશું. જો આપણે અમુક દેશ સાથે વાત કરીશું તો બીજા કોઇ દેશનેખરાબ લાગશે તો ? ના… હું તો બધા સાથે વાત કરીશ.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, ‘જો રાષ્ટ્રપતિ પુતિન મારા ખૂબ વખાણ કરે છે, તો તેનો અર્થ એ નથી કે હું રાષ્ટ્રપતિ પુતિનને મળીને તેમને કહી શકતો નથી કે આ યુદ્ધનો સમય નથી. તેઓ એ વાતનો પણ આદર કરશે કે ચાલો એક મિત્ર જે કહે છે તેમાં શું સાચું છે અને શું ખોટું. યુક્રેનને પણ મારા પર એટલે કે ભારત પર એવો જ વિશ્વાસ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button