નેશનલ

‘બંધારણ પ્રત્યે પ્રેમનો દાવો કરવાનો તમને કોઈ અધિકાર નથી’ વડા પ્રધાન મોદીએ કોંગ્રેસને ફટકારી

નવી દિલ્હી: લોકસભા સત્રના પહેલા દિવસે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર સામે ઇન્ડિયા ગઠબંધન(INIDA Alliance)ના સાંસદોએ બંધારણની કોપી હાથમાં રાખીને સંસદ પરિસરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)એ કહ્યું કે જેમણે કટોકટી(Emergency) લાદી હતી તેમને બંધારણ પ્રત્યેના પ્રેમનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. ઇમરજન્સી લાગુ થયાની 49મી વર્ષગાંઠ પર વડા પ્રધાન મોદીએ કહ્યું કે એ કાળા દિવસોએ સાબિત કર્યું હતું કે કેવી રીતે કોંગ્રેસે મૂળભૂત સ્વતંત્રતાઓને બરબાદ કરી અને બંધારણને કચડી નાખ્યું હતું.

વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે “આજે તે તમામ મહાન પુરુષો અને સ્ત્રીઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે જેમણે કટોકટીનો પ્રતિકાર કર્યો હતો. #DarkDaysOfEmergency એ આપણને યાદ અપાવે છે કે કેવી રીતે કોંગ્રેસ પાર્ટીએ મૂળભૂત સ્વતંત્રતાઓને બરબાદ કરી અને ભારતના બંધારણને કચડી નાખ્યું હતું.”

નોંધનીય છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના દાદી, પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીએ 25 જૂન, 1975ના રોજ દેશમાં ઈમરજન્સી લાદી હતી, જેના પછી મોટાભાગના નાગરિક અધિકારો બે વર્ષથી વધુ સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તેમણે 1977માં ચૂંટણીની જાહેરાત કરી હતી.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે તત્કાલીન કોંગ્રેસ સરકારે દરેક લોકતાંત્રિક સિદ્ધાંતોને અવગણીને દેશને જેલ બનાવી દીધો હતો. તેમણે કહ્યું કે જેઓ કોંગ્રેસ સાથે અસંમત હતા તેઓને કટોકટી દરમિયાન ટોર્ચર કરવામાં આવ્યા, અને એ સમયે સામાજિક રીતે પ્રતિગામી નીતિઓ બહાર પાડવામાં આવી હતી.

વડા પ્રધાન મોદીએ કોંગ્રસ પર પ્રહાર કરતા કહ્યું કે “જેઓએ કટોકટી લાદી હતી તેઓને આપણા બંધારણ પ્રત્યેના પ્રેમનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. આ એ જ લોકો છે જેમણે અસંખ્ય પ્રસંગોએ કલમ 356 લાગુ કરી છે, પ્રેસની સ્વતંત્રતા છીનવી લેવા બિલ બનાવ્યું હતું, સંઘવાદનો નાશ કર્યો છે અને બંધારણના દરેક પાસાઓનું ઉલ્લંઘન કર્યું.”

તેમણે ઉમેર્યું કે “જે માનસિકતા કટોકટી લાદવા તરફ દોરી ગઈ તે જ માનસિકતા પાર્ટીમાં ખૂબ જ જીવંત છે. તેઓ તેમના બંધારણ માટે તેમનો અણગમો છુપાવે છે, પરંતુ ભારતના લોકોએ તેમની હરકતો જોઈ છે અને તેથી જ લોકોએ તેમને વારંવાર નકારી કાઢ્યા છે. “

સોમવારે, INDIA ગઠબંધનના નેતાઓએ સંસદ પરિસરમાં બંધારણની નકલો બતાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, પક્ષના વડા મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ડીએમકે એમ કનિમોઝી સહિતના વિપક્ષી નેતાઓએ વિરોધમાં ભાગ લીધો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ