નેશનલ

પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ ભજનના કર્યા ભરપેટ વખાણ…..

અયોધ્યા: રામનગરી અયોધ્યામાં ભગવાન રામના અભિષેકની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામ લાલાના અભિષેક સાથે રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. તમામ દેશવાસીઓ આ ખાસ પ્રસંગની રાહ જોઈ રહ્યા છે. આ દિવસે આખો દેશ તહેવાર ઉજવવાની તૈયારીઓમાં લાગેલો છે. ભગવાન રામના સ્વાગત માટેના ઘણા ભજનો અત્યારે ચર્ચામાં છે. આ દરમિયાન જુબિન નૌટિયાલના એક ભજન ખૂબજ વાઈરલ થઈ રહ્યું છે. તેમજ તેની ઘણી ચર્ચા પણ થઈ રહી છે. મનોજ મુન્તાશીરે લખેલા શબ્દોને જુબિન નૌટિયાલે ભગવાન રામ માટે લખાયેલું આ ભજન ગાયું છે, જુબિન નૌટિયાલની સાથે પાયલ દેવે પણ ભજનને અવાજ આપ્યો છે જુબિન નૌટિયાલનું આ રામ ભજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબજ વખાણ કર્યા અને ત્યારથી આ ભજન ફરી ચર્ચામાં આવ્યું છે.

પીએમ મોદીએ જુબીન નૌટિયાલ અને પાયલ દેવના આ ગીતને લઈને એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે આ ભજનને લઈને પોતાના મંતવ્યો શેર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગીત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે અને આ ભજન માટે ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર અયોધ્યાની સાથે આખો દેશ આ તહેવાર ઉજવશે ત્યારે પ્રભુ રામના અભિષેકના અવસર પ્રમાણે આ ભજન એકદમ સરસ કૃતિ છે. જુબિન નૌટિયાલ જી, પાયલ દેવ જી અને મનોજ મુન્તાશીર જીનું આ પ્રભુ રામનું આ સ્વાગત ભજન એકદમ હૃદયને સ્પર્શી જાય તેવું છે. આ પોસ્ટની સાથે તેમણે આ ભક્તિમય રામ ભજનની લિંક પણ શેર કરી છે, જેથી દરેક લોકો આ ભક્તિતમય ભજનને માણી શકે.

જો કે આ ભજનની ખાસ બાબત એ છે કે પ્રભુ રામનું આ ભજન ‘મેરે ઘર રામ આયે હૈં’ ગયા વર્ષે રિલીઝ થયું હતું. પરંતુ અયોધ્યામાં રામ લાલાના અભિષેકને કારણે આ ભજન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ભગવાન રામનો પ્રાણ પ્રસિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાવાનો છે. આ અવસર પર અયોધ્યામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મોટા નેતાઓ અને હસ્તીઓ હાજર રહેશે. રામાનંદ સાગરની રામાયણમાં પ્રભુ રામ અને સીતા માતાનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ અને દીપિકા ચિખલિયાને પણ અયોધ્યા આવવાનું આમંત્રણ મળ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button