વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીએ અજમેર શરીફ દરગાહે ચાદર મોકલાવી
નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનાઓથી દેશના અલગ અલગ શહેરોમાં આવેલી મસ્જીદો અને દરગાહોની જગ્યાએ અગાઉ હિંદુ મંદિર હોવાના દાવાઓની સંખ્યામાં વધારો થયો છે. રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ અંગે હિન્દુત્વવાદી સંગઠન દ્વારા દવાઓ કરવામાં આવ્યો છે કે પહેલા અહીં શિવ મંદિર હતું. ચાલી રહેલા વિવાદ વચ્ચે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ પર ‘ચાદર’ મોકલાવી (PM Modi send chadar to Ajmer Dargah) છે, વડા પ્રધાન બન્યા બાદ તેઓ દર વર્ષે ચાદર મોકલે છે.
વડા પ્રધાન મોદીએ આ ચાદર કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને બીજેપી લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીને સોંપી હતી. આ બંને નેતાઓ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ દરમિયાન દરગાહ પર ચાદર ચડાવશે.
11માં વર્ષે પણ જાળવી રાખી પરંપરા:
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી અજમેર શરીફ દરગાહ પર 10 વખત ચાદર ચઢાવી ચુક્યા છે, આ વર્ષે પણ તેણે આ પરંપરા જાળવી રાખી છે, આ 11મી વખત તેમણે ચાદર મોકલી છે. ગયા વર્ષે, 812 માં ઉર્સ દરમિયાન, તત્કાલીન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને જમાલ સિદ્દીકીએ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિમંડળ સાથે વડાપ્રધાને આપેલી ‘ચાદર’ અજમેર શરીફ દરગાહમાં ચડાવી હતી.
Also read:પૂર્વ વડાપ્રધાન Manmohan Singh ને ભારત રત્ન આપવાની આમ આદમી પાર્ટી કરી માંગ
શું છે વિવાદ?
અજમેર શરીફ દરગાહ ગયા વર્ષે વિવાદનું કેન્દ્ર બની હતી. નવેમ્બર મહીનામાં રાજસ્થાનની અદાલતે હિંદુ સેનાની એક અરજી સ્વીકારી હતી, આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અજમેર શરીફ દરગાહ વાસ્તવમાં ભગવાન શિવનું મંદિર છે. અજમેરની એક સ્થાનિક કોર્ટે મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહની અંદર શિવ મંદિર હોવાનો દાવો કરતા સિવિલ સુટમાં ત્રણ પક્ષકારોને નોટિસ પાઠવી હતી. 20 ડિસેમ્બરના રોજ, અજમેર શરીફ દરગાહ કમિટીએ અજમેરની કોર્ટમાં 5 પાનાની અરજી દાખલ કરી, જેમાં અજમેર દરગાહની નીચે મંદિર હોવાનો આક્ષેપ કરતી અરજીને બરતરફ કરવાની વિનંતી કરવામાં આવી. આગામી સુનાવણી 24મી જાન્યુઆરીએ થશે.