
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમીકોમ ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ સેમિકોન ઇન્ડિયાને સંબોધિત કરતી કહ્યું કે વિશ્વ ભારત પર વિશ્વાસ કરે છે.
વિશ્વ ભારત સાથે સેમિકન્ડક્ટરના ભવિષ્યનું નિર્માણ કરવા માટે તૈયાર છે. પીએમ મોદીએ કહ્યું કે સેમિકન્ડક્ટરને ભવિષ્યની ટેકનોલોજી ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે નાની ચીપમાં 21 સદીની શકિત છુપાયેલી છે.
1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021માં સેમિકોન ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કર્યો. વર્ષ 2023 સુધીમાં ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી. વર્ષ 2024માં અમે વધારાના પ્લાન્ટને મંજૂરી આપી.
વર્ષ 2025 માં અમે પાંચ વધારાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. હાલ 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાં 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવી રહ્યું છે.જે ભારત પ્રત્યે વિશ્વનો વધતો વિશ્વાસ દર્શાવે છે.

ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સતત અગ્રેસર
પીએમ મોદીએ જણાવ્યું કે ભારત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં સતત અગ્રેસર છે. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તે નિશ્ચિત છે.
તેમજ 21મી સદીની શક્તિ નાની ચિપ્સમાં રહેલી છે. ભારતના હાલમાં જ આવેલા જીડીપીના આંકડા દર્શાવે છે કે ભારત આર્થિક મોરચે પ્રગતિ કરી રહ્યું છે.

પીએમ મોદીને ભારતમાં બનેલી પહેલી ચીપ ભેટ
આ કાર્યક્રમની શરૂઆતમાં જ કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ મોદીને ભારતમાં બનેલી પહેલી ચીપ ભેટ કરી હતી.
જેમાં વિક્રમ 32-બીટ પ્રોસેસર અને ચાર મંજૂર થયેલા પ્રોજેક્ટ્સની ટેસ્ટ ચિપ્સ હતી. સેમીકોમ ઇન્ડિયા 2025
માં 48 થી વધુ દેશોના 2500 થી વધુ પ્રતિનિધિઓ હિસ્સો લઈ રહ્યા છે.
આ પણ વાંચો…ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ: સાણંદમાં CG સેમીએ શરૂ કર્યું ભારતનું પ્રથમ OSAT યુનિટ