શોલે ફિલ્મની શૈલીમાં બાળક રાહુલ ગાંધીને ફટકાર લગાવી પીએમ મોદીએ

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતા, વડા પ્રધાને વિપક્ષના નેતાની નિંદા કરવા માટે બોલિવૂડની આઇકોનિક ફિલ્મ શોલેના ડાયલોગનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર લોકસભા ચૂંટણીમાં તેમની “નૈતિક જીત” પર પ્રહારો કરતા PM મોદીએ તેમને એક બાળક તરીકે ઓળખાવ્યા હતા જે તેના પ્રદર્શનથી ખુશ છે.
વડા પ્રધાને એક દ્દષ્ટાંત આપતા જણાવ્યું હતું કે એક બાળક સાયકલ ચલાવી રહ્યો છે. સાયકલ ચલાવતા ચલાવતા તે પડી જાય છે અને રડવા લાગે છે. ત્યારે વડીલ આવીને તેને કહે છે, બેટા, તું પડ્યો નથી. આ તો માત્ર એક કીડી મરી ગઇ છે. વડીલ બાળકનું મન વાળવાનો પ્રયાસ કરે છે. એવું જ અત્યારે જોવા મળી રહ્યું છે. એક બાળક ગર્વથી ફરી રહ્યો હતો કે તેને પરીક્ષામાં 99 માર્કસ્ મળ્યા છે. લોકો પણ તેને અભિનંદન આપી રહ્યા હતા. એટલામાં તેના શિક્ષક આવ્યા અને તેમણે બાળકને કહ્યું,’ તને 543માંથી 99 માર્ક્સ આવ્યા છે. 100માંથી 99 નહીં. ‘
વેલ, પીએમ મોદીએ કોઇનું નામ નહોતું લીધુ, પણ આ દ્દષ્ટાંત કોની માટે આપવામાં આવ્યું એ તો કોઇ અભણ પણ જાણી શકશે.
આ પન વાચો : ‘વિદ્યાર્થીઓને NEETમાંથી મુક્તિ આપવામાં આવે’ MK સ્ટાલિને PM મોદી, 8 મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો
પીએમ મોદીએ એ વાત પણ હાઇલાઇટ કરી હતી કે સતત ત્રણ ટર્મમાં કૉંગ્રેસ 100ના આંક સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે અને હવે એ પરોપજીવી બની ગઇ છે. પીએમ મોદીએ રાહુલ ગાંધી અને કૉંગ્રેસને ફટકાર લગાવતા શોલેના ડાયલોગ્સની નકલ કરી હતી અને ફિલ્મ શોલેની મૌસીજીને યાદ કરીને કહ્યું હતું કે, તીસરે બાર તો હારે હૈ લેકિન મૌસી, નૈતિક જીત તો હૈ ના! મૌસી જી 13 રાજ્ય મેં ઝીરો સીટ આયી હૈ તો ક્યા હુઆ હીરો તો હૈ ના..!’
પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે, “કૉંગ્રેસ પાર્ટીએ તેમની હારનું વિશ્લેષણ કર્યું છે કે નહીં, એ તો ખબર નથી, પણ આ ચૂંટણી સાથી પક્ષો માટે પણ એક સંદેશ છે. 2024થી કૉંગ્રેસ પાર્ટી પરોપજીવી કૉંગ્રેસ પાર્ટી તરીકે ઓળખાશે….