T20 World Cup 2024નેશનલસ્પોર્ટસ

રશિયા જઇને પીએમ મોદીને કેમ યાદ આવી T-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ ઓવર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રશિયાના પ્રવાસે છે. પીએમ મોદીએ મોસ્કોમાં એક સામુદાયિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન લોકોને સંબોધિત કરતા તેમણે ટીમ ઈન્ડિયા દ્વારા T-20 વર્લ્ડ કપ જીતવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મોદીએ રશિયા સાથેના સકારાત્મક સંબંધો અને તેના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિનના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી.

29 જૂને ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકા સામે સાત રનથી જીત મેળવીને T-20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીત્યું હતું. એક સમયે ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 30 બોલમાં 30 રનની જરૂર હતી અને એવું લાગી રહ્યું હતું કે મેચ ભારતના હાથમાંથી સરકી જ ગઈ છે અને હવે ખાલી ફોર્માલિટી જ બાકી છે, પરંતુ હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહે સાથે મળીને ટીમ ઈન્ડિયાને જોરદાર વાપસી અપાવી અને બધા ખેલાડીઓએ સાથે મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી અને ટાઇટલ પણ જીતી લીધું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘તમે લોકોએ તાજેતરમાં જ T20 વર્લ્ડ કપમાં ભારતની જીતની ઉજવણી કરી હશે. વર્લ્ડ કપ જીતવાની અસલી વાર્તા વિજયની વાર્તા છે. આજનો યુવા અને આજનું યુવા ભારત છેલ્લા બોલ સુધી અને અંતિમ ક્ષણ સુધી હાર માનતું નથી. જેઓ હાર સ્વીકારવા તૈયાર નથી, જીત તેમને જ જઇ વરે છે.

ટીમ ઈન્ડિયા 4 જુલાઈના રોજ બાર્બાડોસથી સ્વદેશ પરત આવી હતી, ત્યારબાદ તે નવી દિલ્હીમાં પીએમના નિવાસસ્થાને ગઈ હતી. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી અને ટૂર્નામેન્ટને લઈને પોતાના અનુભવો પણ શેર કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ દરેક ક્રિકેટર સાથે વાત કરી અને તેમને જીત માટે અભિનંદન પણ આપ્યા હતા. જ્યારે રોહિત શર્મા આખી ટીમ સાથે ટ્રોફી લઇને PM મોદી સાથે ફોટો ક્લિક કરાવી રહ્યા હતા ત્યારે PMએ ટ્રોફીને સ્પર્શ કર્યો નહોતો. તેમણે રોહિતને કહ્યું હતું કે આ તમારી મહેનત છે, તમે લોકો તેને પકડો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button