
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો. તેઓ ત્રણ વખત ગુજરાતના મુખ્ય પ્રધાન અને બાદમાં ત્રણ વખત વડા પ્રધાન બન્યા છે. આજે તેમની ગણના વિશ્વના ટોચના નેતાઓમાં થાય છે. આ દરમિયાન એક જ્યોતિષે તેમના વડાપ્રધાન પદને લઈ મોટી આગાહી કરી છે. જે મુજબ મોદી 2026માં વડા પ્રધાન પદેથી રાજીનામું આપશે ને તેમના સ્થાને યોગી આદિત્યનાથ વડા પ્રધાન બનશે.
જ્યોતિષે શું કરી છે આગાહી
એક પોડકાસ્ટમાં જાણીતા મહિલા જ્યોતિષ આભા કરંદીકરે જણાવ્યું, લોકસભાની મધ્યવર્તી ચૂંટણી થશે. જેનું કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2026ના બીજા હાફમાં પદ ત્યાગ કરશે અને તેઓ રાષ્ટ્રપતિ બનશે. તેમના સ્થાને યોગી આદિત્યનાથ વડા પ્રધાન બનશે. યોગી હિન્દુ ધર્મનો ચહેરો છે એટલે હું વાત નથી કરતી પરંતુ તેમની કુંડળી આ કહી રહી છે. જે પણ લોકો વડા પ્રધાન બન્યા છે તેમની કુંડળી મુજબ જે પણ કોમ્બિનેશન છે તે તમામ કોમ્બિનેશન યોગીની કુંડળીમાં છે.
આ ઉપરાંત જ્યોતિષે કહ્યું, જૂન 2027 બાદ કોઈ મોટા પક્ષમાં ભાગલા પડવાની ખૂબ મોટી શક્યતા છે અસંતુષ્ટો એકત્રિત થઈને બીજા રાજકીય પક્ષની સ્થાપના કરી શકે છે. દેશમાં મધ્યવર્તી ચૂંટણી કેમ થશે તેવો સવાલ પૂછવામાં આવતાં તેમણે કહ્યું, આપણી પ્રજાસત્તાક કુંડળી (જે દિવસે સરકાર સ્થાપિત થઈ) અલગથી જોવામાં આવે છે. આ કુંડળી મુજબ મીન લગ્નની કુંડળી છે. જેમાં હાલ શનિ બીરાજમાન છે. શનિ મૃત્યુનું કારણ છે અને ઘણી પરેશાનીઓ લાવે છે.
મોદીની કુંડળી અનુસાર તેમને પણ તકલીફ થઈ રહી છે. જ્યાતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિનો શનિ કેન્દ્ર સરકારમાં અસ્થિરતા લાવશે. અફવા, સાથીદારોનો અસંતોષ, પક્ષમાં મતભેદ, વિપક્ષનો વિરોધ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યકાળ હાલ ખતમ નહીં થાય પરંતુ ફેબ્રુઆરી 2026 બાદ તેની અસર જોવા મળશે. જુલાઈ-ઓગસ્ટ બાદ તેઓ પદ છોડી શકે છે અને રાષ્ટ્રપતિ બની શકે છે. તેમનો ચહેરો ભારત માટે ખૂબ મહત્ત્વનો છે.
Modi 3.0 will fall in 2026?pic.twitter.com/BR3XttM6mV
— Ena Gill (@JaiShreeRam90) January 29, 2026
જ્યોતિષે વધુમાં જણાવ્યું કે, વૃશ્ચિક લગ્નની નરેન્દ્ર મોદીની જન્મકુંડળીમાં પાંચમા ભાવમાં (પ્રધાન પદ) બેઠેલા રાહુ ઉપરથી મીન રાશિમાં શનિનું ભ્રમણ થઈ રહ્યું છે અને રાજસત્તાના દસમા ભાવમાં બેઠેલા શનિ ઉપરથી કેતુનું અશુભ ભ્રમણ થઈ રહ્યું છે, જેના કારણે તેઓ અચાનક કોઈ એવો નિર્ણય લઈ શકે છે જેનાથી દુનિયા આશ્ચર્યચકિત થઈ શકે છે.



