નેશનલ

પીએમ મોદીને મળ્યું સાયપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન, બંને દેશો વચ્ચે થયા અનેક કરારો

લિમાસોલ : પીએમ મોદીના ત્રણ દેશના પ્રવાસે રવિવારે સાયપ્રસ પહોંચ્યા હતા. રવિવારે સાયપ્રસના લિમાસોલ શહેરમાં એક બિઝનેસ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ કોન્ફરન્સનું આયોજન સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સની હાજરીમાં કરવામાં આવ્યું હતું.આ દરમિયાન સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન “ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III” થી સન્માનિત કર્યા હતા.

બંને દેશો વચ્ચે ક્રોસ-બોર્ડર ચુકવણી શક્ય બનશે

આ પ્રસંગે પીએમ મોદીએ સાયપ્રસ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની શક્યતાઓ પર ભાર મૂક્યો હતો. તેમજ કહ્યું કે ભારત અને સાયપ્રસ વચ્ચે વેપાર, રોકાણ, ડિજિટલ ચુકવણી, પર્યટન, સંરક્ષણ, લોજિસ્ટિક્સ અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોમાં ઊંડો સહયોગ થઈ શકે છે.

પીએમ મોદી સાયપ્રસ સર્વોચ્ચ નાગરિક સન્માન

પીએમ મોદીએ કહ્યું કે ભારતની ડિજિટલ ક્રાંતિની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. આજે વિશ્વના 50 ટકા ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે. જે યુપીઆઇને આભારી છે. આ ક્રમમાં નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન અને યુરોબેંક સાયપ્રસ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે બંને દેશો વચ્ચે ક્રોસ-બોર્ડર ચુકવણી શક્ય બનાવશે.

https://twitter.com/BJP4India/status/1934524938326798621

એનએસઇ ગિફ્ટ સિટી અને સાયપ્રસ સ્ટોક એક્સચેન્જ વચ્ચે સહયોગ સ્થાપિત

આ સમય દરમિયાન સાયપ્રસ અને ભારત વચ્ચે બીજો એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ,ગિફ્ટ સિટી ગુજરાત અને સાયપ્રસ સ્ટોક એક્સચેન્જ વચ્ચે સહયોગ સ્થાપિત થયો છે. યુરોપ અને ભારત વચ્ચે આ પ્રકારનો આ પહેલો નાણાકીય સહયોગ છે. વડા પ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે ઘણી ભારતીય કંપનીઓ સાયપ્રસને આઇટી , પર્યટન અને નાણાકીય સેવાઓના ક્ષેત્રોમાં યુરોપના પ્રવેશદ્વાર તરીકે જુએ છે.

આ પણ વાંચો -‏‏‎ ઈતિહાસ રચશે આગામી વસ્તીગણતરી: પહેલીવાર ડિજિટલ અને સ્વ-ગણતરી સુવિધા, જાતિ ગણતરી પણ થશે

પીએમ મોદીને અત્યાર સુધીમાં 23 આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ 2014 થી 23 દેશોના સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત થયા છે. આ સન્માનો તેમના કાર્યક્ષમ નેતૃત્વ, વૈશ્વિક રાજદ્વારીમાં યોગદાન અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રતિબિંબિત કરે છે. આ સન્માનો ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને વડા પ્રધાન મોદીની અસરકારક વિદેશ નીતિનો પણ પુરાવો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button