પીએમ મોદીએ બજેટને લઈ શું કહ્યું? જુઓ વીડિયો

PM Modi on Budget 2026: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું અને તેમનું નવમું બજેટ રજૂ કર્યું હતું. બજેટ બાદ વડા પ્રધાન મોદીનું નિવેદન સામે આવ્યું છે.
શું બોલ્યા પીએમ
વડા પ્રધાન મોદીએ કહ્યું- આજે રજૂ થયેલું બજેટ ઐતિહાસિક છે. આ બજેટથી યુવાનોને ઉડવા માટે આકાશ મળી ગયું છે. ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની રહ્યું છે. બજેટથી ભારતની વૈશ્વિક સ્થિતિ મજબૂત થશે. પીએમ મોદીએ કહ્યું, ભવિષ્યને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કરાયું છે અને તેનાથી નાના વેપારીઓને ઘણો ફાયદો થશે. આ વિકસિત ભારતની ગતિને વેગ આપનારું બજેટ છે?
#WATCH | On #UnionBudget, PM Narendra Modi says, "This Budget is a strong foundation for the flight to the vision of Viksit Bharat 2047. This Budget will provide fresh energy and speed to the 'reform express' on which India is riding today. The path-breaking reforms provide an… pic.twitter.com/Rhtu2mDhUH
— ANI (@ANI) February 1, 2026
બજેટ અવસરોનું દ્વાર
આ ઉપરાંત મોદીએ કહ્યું, આજનું બજેટ ઐતિહાસિક છે. મહિલા તરીકે નિર્મલા સીતારમણે સતત નવમી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવ્યો છે. જે દેશની મહિલા શક્તિના સશક્તિકરણને દર્શાવે છે. આ બજેટ અનેક અવસરોનું દ્વાર છે. જે આજની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં બદલે છે અને ભારતના ઉજ્જવળ ભવિષ્યાના પાયાને મજબૂત કરે છે. આ બજેટ 2047 સુધી વિકસ્તિ ભારતની આપણી ઉડાનનો મજબૂત આધાર છે. ભારત સુધારાની જે ગતિ પર ચાલી રહ્યું છે તેને આ બજેટથી નવી ઊર્જા અને ગતિ મળશે.



