ટોપ ન્યૂઝનેશનલસ્પેશિયલ ફિચર્સ

Rail Projects : દેશના આ રાજયોને મળશે વધુ કનેકટીવીટી, કેન્દ્ર સરકારે 24,657 કરોડના આઠ પ્રોજેક્ટને મંજૂરી આપી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના આઠ પ્રોજેક્ટને(Rail Projects) મંજૂરી આપી હતી. આ રેલવે પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 24,657 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બિહાર, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યોના 14 જિલ્લાઓને આવરી લેશે.

આઠ નવા રેલવે પ્રોજેક્ટ મંજૂર
કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા આઠ મુખ્ય નવા રેલવે લાઇન રૂટ પ્રોજેક્ટમાં ગુનુપુર-થેરુબલી (નવી લાઇન), જૂનાગઢ-નબરંગપુર, બદમપહાર-કંદુઝારગઢ, બંગરીપોસી-ગોરુમહિસાની, મલકાનગિરી-પાંડુરંગપુરમ (વાયા ભદ્રાચલમ), બુરમારા-ચકુલિયાનો સમાવેશ થાય છે. જાલના-જલગાંવ અને બિક્રમશિલા-કટરેહનો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટ્ લોકોને વ્યાપક વિકાસ દ્વારા આત્મનિર્ભર બનાવશે
આ નવી લાઇન માટેની દરખાસ્ત સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ગતિશીલતામાં સુધારો કરશે. જેનાથી ભારતીય રેલ્વે માટે કાર્યક્ષમતા અને સેવાની વિશ્વસનીયતામાં વધારો થશે. વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ PM મોદીના ન્યૂ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ છે. જે પ્રદેશના લોકોને વ્યાપક વિકાસ દ્વારા આત્મનિર્ભર બનાવશે. જેનાથી તેમની રોજગારીની તકોમાં વધારો થશે.

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અજંતા ગુફાઓને રેલ નેટવર્કથી જોડાશે
મંત્રીએ કહ્યું કે આ રેલ્વે માર્ગો માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ રોજગારીની તકો પણ વધારશે. સરકારે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ 64 નવા સ્ટેશનો બનાવશે. જે છ મહત્વાકાંક્ષી જિલ્લાઓ – પૂર્વ સિંઘભૂમ, ભદાદ્રી કોઠાગુડેમ, મલકાનગીરી, કાલાહાંડી, નબરંગપુર અને રાયગઢમાં લગભગ 510 ગામો અને 40 લાખની વસ્તીને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે.આ ઉપરાંત પ્રોજેક્ટમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અજંતા ગુફાઓને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડવામાં આવશે. જે મોટી સંખ્યામાં પ્રવાસીઓને સુવિધા આપશે.

લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા મદદ કરે છે
રેલવેમાં કૃષિ પેદાશો, ખાતરો, કોલસો, લોખંડ, સ્ટીલ, સિમેન્ટ, બોક્સાઈટ, ચૂનો, એલ્યુમિનિયમ પાવડર, ગ્રેનાઈટ, બેલાસ્ટ, કન્ટેનર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ આવશ્યક માર્ગો છે. આ ક્ષમતા વધારાને લીધે 143 MTPA ના વધારાનો નૂર ટ્રાફિકમાં ઉમેરાશે. રેલ્વે પર્યાવરણને અનુકૂળ અને ઉર્જા કાર્યક્ષમ પરિવહન પદ્ધતિ છે. જે જળવાયુ પરિવર્તનની અસર અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા મદદ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રિટાયર્ડ નેવી ઓફિસર હતા મલાઈકા અરોરાના પિતા, ક્યાં હતી મલાઈકા એ સમયે… સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે