પીએમ મોદીએ કતારના અમીર અલ-થાનીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું, બે દિવસના પ્રવાસે

નવી દિલ્હી : કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની(Qatar Emir India Visit)બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેમનું ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. કતારના અમીર સોમવારે રાત્રે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરને મળશે. જ્યારે મંગળવારે પ્રધાન મંત્રી મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે.કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની બીજી વખત ભારતની મુલાકાતે આવ્યા છે. આ પહેલા તેઓ 2015માં ભારત આવ્યા હતા. કતાર અને ભારત વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સુધારો થયો છે.
ભારતની આર્થિક સ્થિતિ કતાર કરતા સારી છે
કતારના અમીર શેખ તમીમ અને પીએમ મોદી દિલ્હીમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભારતની આર્થિક સ્થિતિ કતાર કરતાં સારી છે. પરંતુ કતારની માથાદીઠ આવક છે. ભારત 4.27 ટ્રિલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જ્યારે કતારનો જીડીપી 240.217 બિલિયન ડોલર છે.
335 બિલિયન ડોલરની સંપત્તિ
કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની તેમના પરિવાર સાથે દોહાના રોયલ પેલેસમાં રહે છે. આ મહેલ દુનિયાના સૌથી મોંઘા મહેલોમાંનો એક છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની વિશ્વના નવમા સૌથી ધનિક રાજા છે. તેમની પાસે લગભગ 335 બિલિયન ડોલરની સંપત્તિ છે.