કોણ લે છે સૌથી વધુ પગાર PM નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ કે વ્લાદિમીર પુતિન?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચોથી ડિસેમ્બર એટલે કે આજથી બે દિવસના ભારતના પ્રવાસે છે. જોકે, આ બધા વચ્ચે સવાલ એવો છે કે આખરે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનોને કેટલો પગાર ચૂકવવામાં આવે છે? જ્યારે પણ દુનિયાના શક્તિશાળી નેતાઓની વાત થઈ રહી હોય ત્યારે આપણી સર્વ સાધારણ માન્યતા એવી હોય છે કે તેમને મસમોટો પગાર આરપવામાં આવતો હશે. ચાલો જાણીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધારે પગાર ચૂકવવામાં આવે છે…
દુનિયાના સૌથી શક્તિશાળી મિલીટ્રી દેશોમાંથી એક પર રાજ કર્યા બાદ પણ રશિયાના રાષ્ટ્રપતિને વ્લાદિમીર પુતિનની ઓફિશિયલ સેલરી એટલી વધારે નથી હોતી. પબ્લિકમાં રહેતાં તમામ રેકોર્ડને ધ્યાનમાં લઈએ તો વાર્ષિકે પુતિનને 1,40,000 ડોલરનો પગાર આપવામાં આવે છે અને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આ રકમ લગભગ 1.16 કરોડ રૂપિયા થાય છે. આ એમની બેઈઝિક સેલરી છે અને તેમને મળનારી બીજી સુવિધાનો સમાવેશ નથી કરવામાં આવ્યો.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ ભુવનેશ્વર-ઓડીસા માટે લોન્ચ કરી ‘સુભદ્રા’ યોજના-જાણો,આથી કોને ફાયદો ?
આ સિવાય પુતિનને બીજા પણ અનેક પ્રકાશના પ્રેસિડેન્શિયલ ફાયદાઓ મળે છે. જેમાં સરકારી ઘર, ફૂલ ટાઈમ સિક્યોરિટી ડિપ્લોયમેન્ટ, હરવા ફરવાની સુવિધા અને સરકાર તરફખથી મળનારી બીજી સુવિધાઓનો સમાવેશ થાય છે.
વાત કરીએ યુએસના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ સૌથી વધારે સેલરી મેળવતા લીડર છે. ડોનાલ્ડ ટ્રમ્પ દર વર્ષે 4,00,000 ડોલર એટલે કે 3.33 કરોડ રૂપિયાનો પગાર મળે છે. આ સિવાય તેમના ટ્રાવેલ, એન્ટરટેઈન્ટમેન્ટ અને ઘરના મેનેજમેન્ટ જેવા એક્સ્ટ્રા ફિક્સ્ડ એલાઉન્સ પણ મળે છે. આ બધાની ગણતરી કરીએ તો ટ્રંપનો ઓફિશયલ સેલરી 5,69,000 ડોલર થઈ જાય છે.
આ પણ વાંચો : ‘ખોટા નિવેદનો ન કરો, ન્યાયપત્રની વાસ્તવિકતા મળીને સમજાવીશું’: વડા પ્રધાન મોદીને ખડગેનો પત્ર
હવે વાત કરીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો નરેન્દ્ર મોદીનો પગર ખૂબ જ ઓછો છે. તેમના મહિનાનો પગાર 1.66 લાખ રૂપિયા છે. જેમાં બેઈઝિક સેલરી અને અલગ અલગ એલાઉન્સનો સમાવેશ થાય છે. આમ પીએમ મોદીનો વાર્ષિક પગાર 20 લાખ રૂપિયા છે. ઓફિશિયલ ઈનકમની દ્રષ્ટિએ ટ્રમ્પ અને પુતિનના પગાર કરતાં ખૂબ જ ઓછી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી પર્સનલ પગાર તરીકે માત્ર 50,000 રૂપિયા જ લે છે અને બાકીની રકમ પીએમ રીલિફ ફંડમાં દાન કરે છે. આમ તો પીએમનો ઓફિશિયલ પગાર ખૂબ જ ઓછો છે, પરંતુ તેમને સરકારના તમામ સ્ટાન્ડર્ડ અધિકાર મળે છે જેમ કે એસપીજી સિક્યોરિટી, ઓફિશિયલ ઘર, સ્ટાફ અને સરકાર દ્વારા મળનારું ટ્રાવેલ એલાઉન્સ વગેરે.
આ પણ વાંચો : PM Modi ના અંગત સચિવ તરીકે IFS નિધિ તિવારીની નિયુક્તિ, જાણો કોણ છે ?
બીજા શબ્દોમાં કહીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળનારો પગાર રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કરતાં ખૂબ જ ઓછો છો અને તેમ છતાં પીએમ મોદીની ગણતરી દુનિયાના શક્તિશાળી નેતાઓમાં કરવામાં આવે છે.



