પીએમ મોદી અને પુતિન વચ્ચે મુલાકાતની ફલશ્રુતિ, રશિયા S-400 એર ડિફેન્સ સિસ્ટમનો જથ્થો મોકલશે

નવી દિલ્હી : ચીનના તિયાનજિનમાં હાલમાં જ યોજાયેલી એસસીઓ સમિટમાં પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મળ્યા હતા.તેમજ તેની બાદ દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. જેની બાદ હવે ભારત માટે સારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. આ અંગે રશિયન સમાચાર એજન્સીએ દાવો કર્યો છે કે રશિયા ટૂંક જ સમયમાં ભારતને S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનો વધારાનો જથ્થો મોકલશે.
ભારત પહેલાથી જ S-400 સિસ્ટમનું સંચાલન કરી રહ્યું છે
આ અંગે સમાચાર એજન્સીએ જણાવ્યું કે, S-400 એર ડિફેન્સ સિસ્ટમ જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમના વધારાના પુરવઠા અંગે ભારત અને રશિયા વચ્ચે વાતચીત ચાલી રહી છે. રશિયાની ફેડરલ સર્વિસ ફોર મિલિટરી-ટેકનિકલ કો-ઓપરેશનના વડા દિમિત્રી શુગાયેવે જણાવ્યું હતું કે ભારત પહેલાથી જ S-400 સિસ્ટમનું સંચાલન કરી રહ્યું છે.
ભારત અમેરિકાના દબાણ વિરુદ્ધ ઝૂકવા તૈયાર નથી
ઉલ્લેખનીય છે, અમેરિકાએ ભારત પર રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી કરી રહ્યું છે જેના લીધે 50 ટકા સુધી ટેરિફ લાદયો છે. ભારતે તેનો વિરોધ કર્યો છે. તેમજ ભારતે આ દબાણ વચ્ચે પણ ખરીદી ચાલુ રાખી છે. જયારે રશિયાના વિદેશ મંત્રીસેંગેઈ લાવરોવે પણ કહ્યું કે ભારત અમેરિકાના દબાણ વિરુદ્ધ ઝૂકવા તૈયાર નથી. રશિયા ભારતના આ વલણને આવકારે છે.
ઓપરેશન સિંદૂરમાં પણ S-400 એર ડિફેન્સ સિસ્ટમની ભૂમિકા મહત્વની
આ ઉપરાંત ભારતના ઓપરેશન સિંદૂરમાં પણ S-400 એર ડિફેન્સ સિસ્ટમની ભૂમિકા મહત્વની હતી. જેમાં તેની સફળતા સિદ્ધ થઈ હતી. તેમજ અમેરિકા સાથે વધતા તણાવ વચ્ચે ભારત અને રશિયાએ ડિફેન્સ ક્ષેત્રમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા સંકલ્પ લીધો છે.
આ પણ વાંચો…હુઝૂર આતે આતે બહોત દેર કર દીઃ ભારત-રશિયાની દોસ્તીથી ખફા ટ્રમ્પે હવે ભારત વિશે આમ કહ્યું