નેશનલ

PM મોદીએ મંદિરની દાનપેટીમાં કવર નહીં પણ નોટો મૂકી હતી…

પૂજારીના ખોટા દાવાનો પર્દાફાશ

જયપુરઃ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના આસિંદ વિસ્તારમાં સ્થિત ગુર્જર સમુદાયના પૂજનીય દેવતા ભગવાન દેવનારાયણના 1111મા ‘અવતારણ મહોત્સવ’ની યાદમાં આયોજિત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. પીએમ મોદીએ 28 જાન્યુઆરી, 2023ના રોજ મંદિરની મુલાકાત લીધી હતી, તે સમયે ત્યાંના પૂજારીએ દાવો કર્યો હતો કે વડા પ્રધાને દાનપેટીમાં એક કવર મૂક્યું હતું. 9 મહિના પછી આ કવર ખોલવામાં આવ્યું ત્યારે તેમાં 21 રૂપિયા મળી આવ્યા હતા, જ્યારે દાન પેટીમાંથી અન્ય બે કવર પણ મળી આવ્યા હતા. એકમાં 101 રૂપિયા અને બીજામાં 2100 રૂપિયા હતા. હવે ભાજપે પૂજારીના દાવાને ખોટો ગણાવ્યો છે.

28 જાન્યુઆરીએ ભગવાન દેવનારાયણના 1111મા પ્રાગટય દિવસે પીએમ મોદીએ ભગવાનના દર્શન કર્યા હતા અને વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી. તે દરમિયાન પીએમ મોદીએ તેમની ભક્તિ પ્રમાણે મંદિરની દાનપેટીમાં પૈસા દાન કર્યા હતા, તે સમયે પીએમ મોદીએ દાનપેટીમાં શું નાખ્યું હતું તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી, હવે ખુલાસો થયો છે કે પીએમ મોદીએ દાનપેટીમાં શું નાખ્યું હતું. પીએમ મોદીએ દાન પેટીમાં પૈસા નાખ્યા હતા અને તેનો વીડિયો પણ આવી ગયો છે. ભાજપ દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

દેવનારાયણ જન્મસ્થળ પર વર્ષમાં માત્ર બે વાર દાન પેટી ખોલવામાં આવે છે. મંદિર સમિતિ દ્વારા એકવાર દેવનારાયણ જન્મજયંતિ પર અને બીજી વખત દેવનારાયણ ઘોડાના અવતાર દિવસે દાન પેટી ખોલવામાં આવે છે. લગભગ 6 મહિના પછી ભાદ્રપદ મહિનાની છઠ્ઠી તારીખે દાન પત્ર ખોલવામાં આવે છે. આ દિવસે ભગવાન દેવનારાયણનો ઘોડો અવતર્યો હતો. આ વખતે, ભગવાન દેવનારાયણના ઘોડાના અવતાર દિવસના એક દિવસ પછી, મંદિર સમિતિએ દાન પેટી ખોલવાનો નિર્ણય લીધો હતો અને જ્યારે દાન પેટી ખોલવામાં આવી ત્યારે તેમાંથી ત્રણ કવર મળી આવ્યા હતા.

https://x.com/dgurjarofficial/status/1706283316134162940?s=20

એક કવરમાં 2100 રૂપિયા હતા પરંતુ તેના પર રાજસ્થાન હેરિટેજ ઓથોરિટીના અધ્યક્ષ સુરેન્દ્ર સિંહ જાદાવતનું નામ લખેલું હતું. બીજું કવર નામ વગરનું હતું, જેમાંથી 101 રૂપિયા મળી આવ્યા હતા, જ્યારે ત્રીજું સફેદ કવર પીએમ મોદીનું હોવાનું કહેવાય છે, જેમાં 20 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો મળી આવ્યો હતો, પરંતુ બાદમાં સાબિત થયું હતું કે પીએમ મોદીએ કવર નહીં પરંતુ નોટો દાન પેટીમાં મુકી હતી. બીજેપી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીએમ મોદીએ દાન પેટીમાં કવર નહીં, પરંતુ નોટો મૂકી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button