
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી થાઇલેન્ડમાં આયોજિત છઠ્ઠા BIMSTEC સમિટમાં હાજરી આપી હતી. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ BIMSTEC દેશોને ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (Unified Payment Interface) ને તેમની ચુકવણી પ્રણાલીઓ સાથે જોડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતની આ પહેલનો ઉદ્દેશ્ય વ્યવસાય અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ BIMSTEC સમિટમાં UPI ને તેના સભ્ય દેશોની ચુકવણી પ્રણાલીઓ સાથે જોડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વડા પ્રધાન મોદીના આ પગલાથી આ ક્ષેત્રમાં વેપાર, વ્યવસાય અને પ્રવાસનને વેગ મળી શકે છે. BIMSTEC સંમેલનને સંબોધતા, PM મોદીએ ‘BIMSTEC ચેમ્બર ઓફ કોમર્સ’ ની સ્થાપના અને વાર્ષિક વ્યાપાર સમિટ યોજવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.
હાલ 7 દેશોમાં મળે છે UPIની સુવિધા
UPIની ખ્યાતિ સમગ્ર વિશ્વમાં સતત ફેલાઈ રહી છે. દરેક જગ્યાએ તેની સફળતાની ચર્ચા છે. હાલમાં સાત દેશોમાં છે. હાલ 7 જેટલા દેશોમાં UPIની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં ભૂટાન, મોરેશિયસ, નેપાળ, સિંગાપોર, શ્રીલંકા અને ફ્રાન્સનો સમાવેશ થાય છે. BHIM, Phonepay, Paytm અને Google Pay જેવી 20 એપ્સ આ આંતરરાષ્ટ્રીય વ્યવહારોને સપોર્ટ કરે છે.
આપણ વાંચો: મોદી સરકાર હવે શું મારશે માસ્ટર સ્ટ્રોક? જાણો શું છે પ્લાન…