
મુંબઈઃ પીએમ મોદીએ તાજેતરમાં વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ની પ્રશંસા કરતા અભિનેતા ગદગદ થઈ ગયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકી કૌશલ અભિનીત ફિલ્મ ‘છાવા’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. લક્ષમણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ મરાઠા શાસક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. આ ફિલ્મ દર્શકોને ઘણી પસંદ આવી છે અને લોકો આ ફિલ્મ જોવા સિનેમાઘરોમાં લાઈન લગાવી રહ્યા છે. એવામાં પીએમ મોદીએ પણ ‘છાવા’ની પ્રશંસા કરી છે.
98 માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટનમાં આવેલા પીએમ મોદીએ મહારાષ્ટ્રની સમૃદ્ધ મરાઠી ભાષાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર અને મુંબઈએ મરાઠી ફિલ્મો તેમજ હિન્દી સિનેમાને એક નવી ઊંચાઈ આપી છે. આજકાલ ‘છાવા’ ફિલ્મ ખૂબ જ લોકપ્રિય થઇ રહી છે. શિવાજી સાવંતની મરાઠી નવલકથાએ સંભાજી મહારાજની બહાદુરીનો સુંદર પરિચય કરાવ્યો છે.
પીએમ મોદીને પ્રશંસાથી અભિનેતા વિકી કૌશલ ઘણા જ ખુશ થયા હતા અને તેમણે પોતાની instagram સ્ટોરી પર તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે શબ્દની બહારનો આદર હું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભારી છું. છાવા નોંધનીય છે કે ઐતિહાસિક પિરિયોડિકલ ડ્રામા ફિલ્મ ‘છાવા’ રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. તે દરરોજ બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં 200 કરોડથી વધુનું જબરજસ્ત કલેક્શન કરી લીધું છે.
Also read: ‘છાવા’ બોક્સ ઓફીસ પર છવાઈ ગઈ; પેહલા વિકેન્ડ પર કરી બમ્પર કમાણી
‘છાવા’ ફિલ્મ 130 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી હતી અને અત્યાર સુધીમાં તેણે ભારતમાં 242 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી દીધી છે. મતલબ કે ફિલ્મે તેના બજેટ કરતાં ઘણો સારો નફો મેળવ્યો છે અને બોક્સ ઓફિસ પર તેની ગતિ જોતા એમ લાગે છે કે તે આ વર્ષની સૌથી વધુ નફાકારક ફિલ્મોમાંથી એક બની શકે છે.