ટોપ ન્યૂઝનેશનલમહારાષ્ટ્ર

પીએમ મોદીએ RSSની કરી ભરપેટ પ્રશંસા, કહ્યું- જ્યાં સેવા કાર્ય ત્યાં સ્વયંસેવક

નાગપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરના પ્રવાસે છે. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્મૃતિ મંદિરમાં સંઘના સંસ્થાપક ડૉ. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિઝિટર બુકમાં નોંધ કરી હતી. માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનું ભૂમિપૂજન કર્યા બાદ લોકોને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે આરએસએસ અને સ્વયંસેવકની ભરપેટ પ્રશંસા કરી હતી.

પીએમ મોદીએ કહ્યું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતની અમર સંસ્કૃતિનું આધુનિક અક્ષય વટ છે. જે આજે પણ ભારતીય સંસ્કૃતિને, આપણી રાષ્ટ્રીય ચેતનાને સતત ઊર્જાવાન બનાવે છે. જ્યાં પણ સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે ત્યાં સ્વયંસેવક છે. રાષ્ટ્ર યજ્ઞના આ પાવન અનુષ્ઠાનમાં મને આજે અહીંયા આવવાનું સૌભાગ્ય મળ્યું છે. આજે ચૈત્ર સુદ એકમનો શુભ દિવસ છે. આજથી નવરાત્રિનું પર્વ શરૂ થઈ રહ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં આજે ગુડી પડવો, ઉગાડી, ઝૂલેલાલ જયંતી મનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે આરએસએસની ગૌરવશાળી યાત્રાના 100 વર્ષ પણ પૂરા થઈ રહ્યા છે.

આગામી મહિને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જયંતી પણ છે. આજે દીક્ષાભૂમિ પર બાબા સાહેબને નમન કરીને તેમના આશીર્વાદ લીધા હતા. સંઘ સેવાના આ પવિત્ર તીર્થ સ્થાનથી આજે આપણે એક પૂણ્ય સંકલ્પના સેવા વિસ્તરણના સાક્ષી બની રહ્યા છીએ. માધવ નેત્રાલય એક એવી સંસ્થા છે જે દાયકાઓથી પૂજ્ય ગુરુજીના આદર્શો પર લાખો લોકોની સેવા કરી રહ્યું છે.

આ પણ વાંચો: નાગપુરઃ સ્મૃતિ મંદિરમાં પીએમ મોદીએ હેડગેવારને આપી શ્રદ્ધાંજલિ, વિઝિટર બુકમાં લખી આ નોંધ…

પીએમ મોદીએ કહ્યું, આપણું શરીર પરોપરકાર માટે જ છે. સેવા માટે જ છે, જ્યારે સેવા સંસ્કારોમાં આવી જાય છે ત્યારે સેવા જ સાધના બની જાય છે. આ સાધના દરેક સ્વયંસેવકનો પ્રાણવાયુ હોય છે. આ સેવા સાધના દરેક સ્વયંસેવકને સતત ગતિમાન રાખે છે. જે ક્યારેય થાકવા અને રોકવા દેતી નથી. તે પોતાનું કર્તવ્ય કરતા જ જાય છે. કોઈ પણ ક્ષેત્રનું ગમે તેવું નાનું કામ હોય સંઘના સ્વયંસેવક નિઃસ્વાર્થ ભાવથી કામ કરે છે.


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button